________________
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ જ્ઞાનમાર્ગનું રચનાત્મક પ્રદાન પણ છે. તેનાથી ગુણોનો વિકાસ થયો છે. પરંતુ પરલોકના જ્ઞાનના નામે જે સદ્ગણોનો વિકાસ થયો છે તેના ઉપયોગનું ક્ષેત્ર હવે બદલી નાખવું જોઈએ. તેનો ઉપયોગ આપણે આ જ જીવનમાં કરવો જોઈએ. રૉકફેલરનું ઉદાહરણ આપણી સામે છે. તેણે ઘણું બધું દાન આપ્યું, ઘણી બધી સંસ્થાઓ ખોલી. એટલા માટે નહિ કે તેનો પરલોક સુધરે પરંતુ એટલા માટે કે ઘણા બધા જનોનો ઈહલોક સુધરે. સદ્ગુણોનો જો આ જીવનમાં વિકાસ થઈ જાય તો તે પરલોકમાં પણ સાથે આવશે. સદ્ગણોનો જે વિકાસ છે તેને વર્તમાન જીવનમાં લાગુ કરવો એ જ સાચો ધર્મ છે અને સાચું જ્ઞાન છે. પહેલાં ખાનપાનની એટલી બધી સુવિધા હતી કે આદમીને અધિક પુરુષાર્થ કરવાની આવશ્યકતા ન હતી. જો તે વખતે આજકાલ જેવી ખાનપાનની અસુવિધા હોત તો તે કદાચ વધારે પુરુષાર્થ કરત. પરંતુ આજે તો પુરુષાર્થની ઓછપ જ જનતાનું મૃત્યુ છે.
પહેલાં જે લોકો પરલોકજ્ઞાનની સાધનામાં વિશેષ સમય અને શક્તિ લગાવતા હતા તેમની પાસે સમય અને જીવનની સુવિધાઓની ખોટ ન હતી. જેટલા લોકો અહીં હતા તેમના માટે પૂરતાં ફળો અને અન્ન પ્રાપ્ત હતાં. દૂધાળા પશુઓની પણ ખોટ ન હતી કેમ કે પશુપાલન સસ્તુ હતું. ચાલીસ હજાર ગાયોનું એક ગોકુળ કહેવાતું હતું. તે દિવસોમાં આવાં ગોકુળ રાખનારાઓની સંખ્યા ઓછી ન હતી. માળવા, મેવાડ, મારવાડ આદિની ગાયોનાં વર્ણન મળે છે, તે વર્ણનોમાં ગાયના ઉધ(આઉં, અડણ)ની તુલના સારનાથમાં રાખેલ ‘ઘટોની સાથે કરવામાં આવી છે. તે ઉપરથી અનુમાન કરી શકાય કે ત્યારે ગાયો કેટલું દૂધ દેતી હતી. કામધેનુ કોઈ દૈવી ગાય ન હતી પરંતુ તે સંજ્ઞા તે ગાયની હતી જે મનુષ્ય ઇચ્છે ત્યારે તેને દોહવામાં આવતાં દૂધ દેતી હતી અને આવી ગાયોની ખોટ ન હતી. જ્ઞાનમાર્ગના જે પ્રચારક (ઋષિ) જંગલોમાં રહેતા હતા તેમના માટે કદ-મૂળ, ફળ અને દૂધની જરાય ખોટ ન હતી. ત્યાગનો આદર્શ તેમના માટે હતો. ઉપવાસની તેમનામાં શક્તિ રહેતી હતી કારણ કે આગળ-પાછળ તેમને પર્યાપ્ત પોષણ મળતું હતું. પરંતુ આજે લોકો શહેરમાં રહે છે, પશુધનનો હ્રાસ થઈ રહ્યો છે અને આદમી અશક્ત અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org