________________
યોગવિદ્યા
૬૭ હરિભદ્રસૂરિના યોગવિષયક ચાર ગ્રન્થો પ્રસિદ્ધ છે, તે અમારા જોવામાં આવ્યા છે. તેમાંથી ષોડશક અને યોગવિશિકાની યોગવર્ણનની શૈલી અને તેમની યોગવસ્તુ બન્ને એક જ છે. યોગબિન્દુની વિચારસરણી અને વસ્તુ યોગવિંશિકાથી જુદાં છે. યોગદષ્ટિસમુચ્ચયની વિચારધારા અને વસ્તુ યોગબિન્દુથી પણ જુદાં છે. આ રીતે જોતાં કહેવું પડે છે કે હરિભદ્રસૂરિએ એક જ આધ્યાત્મિક વિકાસના ક્રમનું ચિત્ર ભિન્ન ભિન્ન ગ્રન્થોમાં ભિન્ન ભિન્ન વસ્તુનો ઉપયોગ કરીને ત્રણ પ્રકારે દોર્યું છે.
કાળની અપરિમિત લાંબી નદીમાં વાસનારૂપ સંસારનો ગંભીર પ્રવાહ વહે છે. જેનો પહેલો છેડો (મૂળ) તો અનાદિ છે પરંતુ બીજો (ઉત્તર) છેડો સાત્ત છે. તેથી મુમુક્ષુઓ વાસ્તે સૌપ્રથમ આ પ્રશ્ન બહુ મહત્ત્વનો છે કે ઉક્ત અનાદિ પ્રવાહમાં આધ્યાત્મિકવિકાસનો આરંભ ક્યારથી થાય છે? અને તે આરંભ સમયે આત્માનાં લક્ષણો કેવાં થઈ જાય છે જેના ઉપરથી આરંભિક વિકાસને જાણી શકાય ? આ પ્રશ્નનો ઉત્તર આચાર્ય યોગબિન્દુમાં આપ્યો છે. તે કહે છે કે – “જયારે આત્માના ઉપર, મોહનો પ્રભાવ ઘટવાનું શરૂ થાય ત્યારથી આધ્યાત્મિકવિકાસનો સૂત્રપાત થઈ જાય છે. આ સૂત્રપાતનો પૂર્વવર્તી સમય જે આધ્યાત્મિકવિકાસરહિત હોય છે તે જૈનશાસ્ત્રમાં અચરમપુદ્ગલપરાવર્તના નામે પ્રસિદ્ધ છે અને ઉત્તરવર્તી સમય જે આધ્યાત્મિક વિકાસના ક્રમવાળો હોય છે તે ચરમપુગલપરાવર્તના નામે પ્રસિદ્ધ છે. અચરમપુદ્ગલપરાવર્ત અને ચરમપુદ્ગલપરાવર્તનાં પરિમાણો વચ્ચે સિવુ અને બિન્દુ વચ્ચેના અન્તર જેવું અંતર છે. જે આત્માઓનો સંસારપ્રવાહ ચરમપુદ્ગલપરાવર્ત જેટલો બાકી રહે છે તેમને જૈન પરિભાષામાં “અપુનર્જક અને સાંખ્ય પરિભાષામાં નિવૃત્તાધિકારપ્રકૃતિ કહે છે. ૨ અપુનબંધક યા નિવૃત્તાધિકારપ્રકૃતિ આત્માનો આન્તરિક પરિચય એટલો જ છે કે તેના ઉપર મોહનું દબાણ ઓછું થઈને ઊલટું મોહ ઉપર તે આત્માનું દબાણ શરૂ થઈ જાય છે. આ જ આધ્યાત્મિક વિકાસનું બીજારોપણ છે. અહીંથી ૧. જુઓ મુજ્યપદ્વત્રિશિકા ૨૮ ૨. જુઓ યોગબિન્દુ, ૧૭૮ અને ૨૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org