SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ યોગવિદ્યા આપ્યો છે. અને સ્થાને સ્થાને પતંજલિના યોગશાસ્ત્રગત ખાસ સાંકેતિક શબ્દોનું જૈન સંકેતો સાથે સરખાપણું દર્શાવીને સંકીર્ણ-સંકુચિત દષ્ટિવાળાઓ માટે એકતાનો માર્ગ ખોલી દીધો છે. જૈન વિદ્વાન યશોવિજયવાચકે હરિભદ્રસૂચિત એકતાના માર્ગને વિશેષ વિશાળ બનાવીને પતંજલિના યોગસૂત્રને જૈન પ્રક્રિયા અનુસાર સમજાવવાનો થોડો કિન્તુ માર્મિક પ્રયત્ન કર્યો છે. એટલું જ નહિ પણ પોતાની બત્રીસીઓમાં તેમણે પતંજલિના યોગસૂત્રગત કેટલાક વિષયો ઉપર ખાસ બત્રીસીઓ પણ રચી છે. આ બધી વાતોને સંક્ષેપમાં દર્શાવવાનો ઉદ્દેશ્ય એ જ છે કે મહર્ષિ પતંજલિની દષ્ટિવિશાલતા એટલી બધી હતી કે બધા દાર્શનિક અને સાંપ્રદાયિક વિદ્વાન યોગશાસ્ત્ર પાસે આવતાં જ પોતાનો સાંપ્રદાયિક અભિનિવેશ ભૂલી ગયા અને એકરૂપતાનો અનુભવ કરવા લાગ્યા. એમાં કોઈ સંદેહ નથી કે મહર્ષિ પતંજલિની દૃષ્ટિવિશાલતા તેમના વિશિષ્ટ યોગાનુભવનું જ ફળ છે, કેમ કે જ્યારે કોઈ પણ મનુષ્ય શબ્દજ્ઞાનની પ્રાથમિક ભૂમિકાથી આગળ વધે છે ત્યારે તે શબ્દનું પૂંછડું ખેંચી પકડી રાખતો નથી પણ તે છોડીને ચિન્તાજ્ઞાન તથા ભાવનાજ્ઞાનના ઉત્તરોત્તર અધિકાધિક એકતાવાળા પ્રદેશમાં અભેદાનન્દનો અનુભવ કરે છે. १ उक्तं च योगमार्गजैस्तपोनिधूतकल्मषैः । આવિયો હિતાયો વૈદવીપસમું વ: || ૬૬ || યોગબિન્દુ टीका – उक्तं च निरुपितं पुनः योगमार्गज्ञैरध्यात्मविद्भिः पतंजलिप्रभृतिभिः ।। एतत्प्रधानः सच्छ्राद्धः शीलवान् योगतत्परः । નાનાત્યન્દ્રિયાનથતથા વાહ મહામતિઃ II ૨૦૦ | યોગદષ્ટિસમુચ્ચય टीका – तथा चाह महामतिः पतञ्जलिः । આવો જ ભાવ ગુણગ્રાહી યશોવિજયજીએ પોતાની યોગાવતારદ્વાáિશિકામાં પ્રગટ કર્યો છે. જુઓ શ્લોક ૨૦ ટીકા ૨. જુઓ યોગબિન્દુ, શ્લોક ૪૧૮, ૪૨૦ ૩. જુઓ તેમણે લખેલી પાતંજલસૂત્રવૃત્તિ [૪. જુઓ પાતંજલયોગલક્ષણવિચાર, યોગાવતાર, ક્લેશતાનોપાય અને યોગમાયાભ્ય દ્વાર્નાિશિકા. ૫. શબ્દ, ચિન્તા તથા ભાવનાજ્ઞાનનું સ્વરૂપ, યશોવિજયજીએ અધ્યાત્મોપ નિષમાં જણાવ્યું છે, તે આધ્યાત્મિક લોકોએ વાંચવા યોગ્ય છે. અધ્યાત્મોપનિષદ્ શ્લોક ૬૫, ૭૪. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005646
Book TitleBharatni Yogvidya ane Jivan ma Dharm
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy