________________
વપરાશમાં આવતાં તમામ ઉપકરણોનું બોલ બોલવા પૂર્વક બે ટાઇમ પ્રતિલેખન કરવું. દિવસ દરમ્યાન જ કંઈ ક્ષતિઓ થઈ હોય તેની આલોચના બુકમાં નોંધ રોજ સાંજે યાદ કરીને કરી લેવી. ઘરેણાં પહેરાય નહીં, તેલ નંખાય નહીં, વાળ ઓળાય નહીં, શરીરની ટાપટીપ થાય નહીં, હજામત થાય નહીં, તેલ માલિસ થાય નહીં. ક્રિયામાંથી નિવૃત્ત થતાં સૂત્ર અર્થનો સ્વાધ્યાય કરવો, ધાર્મિક પુસ્તક વાંચવાં, નિંદા-કૂથલી-પારકી પંચાતથી આરાધનાનું પુણ્ય બળીને ખાક થઈ જાય છે. ઉપાધાનમાં પ્રવેશ કર્યા બાદ બહારની કોઈ વસ્તુ ઉપયોગમાં લેવાય નહીં. પ્રતિલેખનન કર્યું હોય તે વસ્તુ વપરાય નહીં. જયાં કાજો ના લીધો હોય ત્યાં બેસાય નહીં. મુહપત્તિ – ચરવળો સાથે જ રાખવાં, એક હાથથી દૂર મૂકવા નહીં. દિવસે સૂવું નહીં. છાપાં ચોપડીઓ-મેગેઝીનો વિ. વંચાય નહીં. પૂછયા વગર કોઈની વસ્તુ લેવી નહિ, વાપરવી નહીં. નીધિમાં જરૂર પૂરતું લેવું. એઠું મૂકવાથી દિવસ પડે.
હાથ, પગ, મોટું, શરીર ધોવાય નહીં, ભીનાં કપડાંનાં પોતાં કે ' સ્પંચ પણ થાય નહીં.
જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org