________________
ચતુર્વિશતી સ્તવન
ચોવીસ તીર્થકરોના નામ, જપ, સ્તુતિ કરવાની ક્રિયાને જિન ભક્તિ અર્થાત્ પરમાત્માની ભક્તિ કહેવાય છે.
સંસારમાં દરેક મનુષ્ય કોઈને કોઈ ભગવાનનાં દર્શન અને સ્તુતિ કરે છે. ભગવાનની સ્તુતિ મનની સ્થિરતા અને શાન્તિ માટે કરવામાં આવે છે. આપણો આત્મા અનંત કર્મોથી ઘેરાયેલ છે. અજ્ઞાન, મોહ, માયા, રાગ, દ્વેષ, વગેરેથી અંધ બનેલ છે. તેમાંથી મુક્તિ માટે ખૂબજ પુરુષાર્થ ની જરૂર છે. સર્વે કર્મોનો ક્ષય કરી અનંત વૈરાગ્ય, તપ, જ્ઞાન અને દર્શનથી કેવળ જ્ઞાન પામેલ જિનેશ્વરના ગુણોનું ચિંતન કરવાથી મોક્ષ માર્ગ સરળ બને છે.
જિનેશ્વરની મૂર્તિના દર્શનથી આપણને આપણા આત્માના દર્શન થવાં જોઈએ. પરમાત્માના સ્મરણથી તેઓ જે મહાન તપ, વૈરાગ્ય, જ્ઞાન અને ધ્યાનથી કેવળજ્ઞાન પામ્યા છે તે આપણે યાદ કરવાનું છે. આપણે પણ તેઓના જેવી આકરી તપસ્યા શરૂ કરી આપણા જીવનમાં તેમના જેવી ઉત્તમ ભાવના ઉત્પન્ન થાય એવા પ્રયત્નશીલ બનવાની સ્તુતિ કરવાની છે. પ્રભુએ જે ધર્મનાં પાંચ મહાવ્રતનું પાલન અને કષાયોનો ત્યાગ એ માર્ગ બતાવેલ છે તે માર્ગ પર રહેવા સતત જાગૃતિ માટે પ્રભુ ભક્તિ કરવાની છે.
સવાર સાંજ દેરાસરમાં પ્રભુના દર્શન કરી પછી સંસારની આંટી ઘૂંટી છળકપટ રાગ દ્વેષમાં પડી જઈએ તો એવા દર્શનનો કોઈ અર્થ નથી. પરંતુ પરમાત્માના દર્શન કરતી વખતે તેમનું દષ્ટાંત આપણી સામે રાખીને તેમના જેવા ગુણોનો સંચાર આપણામાં થાય એવી પ્રાર્થના કરવાની છે. - ભક્તિ એટલે પ્રભુનું ભજન કરવું, પ્રભુનું સ્મરણ કરવું. સાચો ભક્ત, પ્રેમ, પ્રીતિવાળો અને નિષ્ઠાવાળો હોય છે. પરમાત્માના અનંત ગુણોની ભાવનાઓનો ખ્યાલ તેમની ભક્તિ કરતાં આપણે કરવાનો છે. અને ભગવાનનાં દર્શન અને પૂજા કરતી વખતે એવો ભાવ મનમાં રાખવાનો હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org