________________
સન્માર્ગ પ્રકાશનની અવનવી યોજનાઓ
પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના ઉપકારોની પાવન સ્મૃતિમાં...
વર્તમાન ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજના શુભાશિષ પામીને સન્માર્ગ પ્રકાશને શ્રુત ભક્તિના વિશેષ કાર્યક્રમનું આયોજન વિચાર્યું છે.
* પ્રાચીન ધર્મશાસ્ત્રોનું ઉત્તમ ટકાઉ કાગળો તથા તાડપત્રો ઉપર આલેખન કરાવવું. પ્રાચીન પ્રકાશિત-અપ્રકાશિત ધર્મશાસ્ત્રોનું શુદ્ધીકરણ કરી તેનું પ્રકાશન કરવું. * ઉત્તમ તત્વજ્ઞાન દ્વારા શ્રદ્ધાબળને પુષ્ટ કરનાર, જાગૃતિ લાવી ધાર્મિક ભાવના વધારનાર અને જીવનોપયોગી માર્ગદર્શક ઉત્તમ સાહિત્યનું પ્રકાશન કરવું. : સન્માર્ગ પ્રકાશનમાં સહભાગી બનવાની અવનવી યોજનાઓ : (૧) આધારસ્તંભ :
સન્માર્ગ પ્રકાશનના આધારસ્તંભ બનનારને સંસ્થા તરફથી પ્રકાશિત થનાર તમામ પુસ્તકોમાં દાતાનું નામ અગ્રિમતાના ધોરણે મુકાશે અને તેમને સંસ્થા તરફથી પ્રકાશિત થનાર તમામ પુસ્તકોની પાંચ નકલો ભેટ અપાશે. (૨) સહયોગી :
સન્માર્ગ પ્રકાશનના સહયોગી બનનારને સંસ્થા તરફથી પ્રકાશિત થનાર તમામ પુસ્તકોમાં દાતાનું નામ આધારસ્તંભ પછીના ક્રમમાં મુકાશે અને તેમને સંસ્થા તરફથી પ્રકાશિત થનાર તમામ પુસ્તકોની બે નકલો ભેટ અપાશે. (૩) ગ્રંથમાળા યોજના સહકાર ઃ
રૂપિયા ૧૫,૧૧૧ (પંદર હજાર એકસો અગિયાર રૂપિયા) આપનાર દાતા તરફથી પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રીજીનાં પ્રવચનોની ૧૦૮ પુસ્તિકાઓ પૈકી કોઈપણ એક પુસ્તિકાનું પ્રકાશન થશે અને તે પુસ્તિકામાં સંસ્થા તેમના નામોલ્લેખપૂર્વક તેમનો આભાર માનશે. વધુમાં સંસ્થા તરફથી પ્રકાશિત થનાર તમામ પુસ્તકોની એક એક નકલ તથા પ્રસ્તુત પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીજીનાં પ્રવચનોની ૧૦૮ પુસ્તિકાના ત્રણ સેટ ભેટ અપાશે.
(૪) આજીવન સભ્ય : રૂ. ૨૫૦૧ (પચ્ચીસો એક રૂપિયા) આપીને સંસ્થાના કાયમી સભ્ય બનનારને સંસ્થા તરફથી પ્રકાશિત થનાર તમામ પુસ્તકોની એક એક નકલ ઘર બેઠાં જ પ્રાપ્ત થશે...
(૫) પંચવર્ષીય સભ્ય : રૂ. ૧૦૦૧ (એક હજાર એક રૂપિયા) આપીને પંચવર્ષીય સભ્ય બનનારને સભ્ય બને ત્યારથી સંસ્થા તરફથી પ્રકાશિત થનાર તમામ ગુજરાતી પુસ્તકોની એક એક નકલ ઘર બેઠાં જ પ્રાપ્ત થશે.
(૬) અમારા તરફથી પ્રકાશિત થયેલ નાના-મોટા કોઈ પણ પુસ્તકની આપને પ્રભાવના વગેરે માટે હજાર કે તેથી વધારે નકલોની આવશ્યકતા હશે તો આપના ત૨ફથી ઑર્ડર મળતાં તરત જ અમે છાપી આપીશું.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org