________________
હોશિયાર અને અહીં જ મીંડું એવું તો નથી ને? તમે ખાતરી રાખો કે, મોક્ષના હેતુથી મોક્ષ સાધક ધર્મને યથાવિધિ સેવવાનો પ્રયત્ન કરનારને, સંસારનું સુખ નહિ મળે એમ નહિ, મોક્ષ નહિ થાય ત્યાં સુધી એને સુખ મળવાનું જ, પણ વાત એ છે કે, એ સુખ પ્રત્યે એવો અણગમો પેદા થવો જોઈએ કે, સંસારનું સુખ જોઈએ જ નહિ, એમ થયા કરે અને મોક્ષનું સુખ જ જોઈએ, એમ થયા કરે. એટલે સંસારના સુખ માટે ધર્મ કરવાની વૃત્તિને કાઢવી જોઈએ. મોટા પાસે તો મહેરબાની જ મગાયઃ
મોટા માણસને સલામ ભરીને એની સેવા કરીને “મારે અમુક જોઈએ એમ ન કહેવાય, પણ એ પૂછે, ત્યારે પણ એની મહેરબાની મગાય. મહેરબાનીમાં બધું આવી જાય અને માગણી કરવામાં તો અમુક ચોક્કસ વસ્તુ જ આવે ને ? મોટો માણસ ખુશ થઈ જાય અને તમે માગણી કરવા માંડો, તો પરિણામ શું આવે?
સભા : કાંઈ આપે નહિ.
કદાચ આપી તો દે, સજ્જન એકદમ ના ન પાડે, પણ માગણી કરનાર મહેરબાની તો ગુમાવી બેસે. જ્યારે પૂછે ત્યારે મહેરબાની માગનારની તો અવસરે એ ખબર લેવા જાય અને માગનારો ફરીથી સામે પગલે માગવા આવે, તો પણ આ કહેશે કે, માગણ આવ્યો. બારણાં બંધ કરી દે ! તેમ ધર્મની પાસે પણ તમે કાંઈ માંગો જ નહિ અને ધર્મ કર્યા કરો, તો ધર્મ તમારી ખબર લીધા વિના રહેશે નહિ અને ધર્મ તમારાથી આઘો પણ જશે નહિ. જ્ઞાનીઓએ મોક્ષના હેતુથી ધર્મ કરનારને આશ્વાસન બહુ આપ્યું છે. જ્ઞાનીઓ કહે છે કે, ભવનિસ્તારને લક્ષ્યમાં રાખીને નિરાશસભાવે જે ધર્મ કરે, તેને સુખ ઘણું મળે અને - જ્યારે એ સુખ મળે, ત્યારે એને એ સુખની મમતા એવી હોય નહિ કે, જેથી દુષ્કર્મ બંધાય. સુખ મળે ને મૂંઝવે નહિ.
દ ૨૨-ધર્મ કયારે અને કોને અપાય?
કે
હું
% ૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org