________________
કારણ બની શકે, એવી વ્યક્રિયાઓ પણ માત્ર ચરમાવર્તમાં જ સંભવે, પણ ચરમાવમાં આવવા માત્રથી કાંઈ વળે નહિ. નાલાયકાતનો પણ સાચો ખ્યાલ જોઈએ
એ વાત નક્કી કે, શરમાવર્તને પામ્યા પહેલાં મોક્ષનો આશય ન આવે, તેમાં કાળની પ્રતિકૂળતા એ મહત્ત્વનું કારણ છે, પણ શરમાવ તો આત્માના પુરુષાર્થનો કાળ છે. અધ્યાત્મને આશ્રયીને પુરુષાર્થ કરવાનું મન થાય, તો તે ચરમાવર્ત કાળમાં જ થાય. આવા કાળને પામવા છતાં પણ અને આવા કાળમાં ઉત્તમ સામગ્રીનો યોગ થવા છતાં પણ, આપણે જે જિનવાણીને ઝીલી શકીએ નહિ, તો શું કહેવાય?
સભા મોટી નાલાયકાત.
ખરેખર આ કાળમાં અને આવી ઉત્તમ સામગ્રીના યોગમાં પણ “સંસાર તજવા જેવો છે એમ લાગે નહિ અને મોક્ષનો આશય પ્રગટે નહિ, તો આપણામાં હજી ઘણી નાલાયકાત છે, એમ તમને લાગવું જ જોઈએ. હજી પણ આપણી નાલાયકાત જીવતી ને જાગતી છે, એનું જો તમને ભાન થાય, તો એનો ઉપાય ઝટ થાય. જેને હું નાલાયક છું એમ લાગે, તે પોતાની નાલાયકતાને કાઢવાની અને લાયકાતને મેળવવાની કોશિષ કરે નહિ ? પણ તમે તમારા અંતઃકરણમાં તમને પોતાને નાલાયક માનો છો ખરા?
આપણે જેવા છીએ, તેવા આપણને માનતા નથી, આપણને આપણી નાલાયકાતનું ખરેખરું ભાન નથી, એનાથી પણ ઘણી મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. માણસ જ્યારે સાચા દિલથી પોતાને નાલાયક માને છે, ત્યારે એનાથી પોતાની નાલાયકાત ખમી જતી નથી. એ નાલાયકાતથી એ મુક્ત ન બની શકે એ બને, પણ એને પોતાની નાલાયકાત ખટક્યા વિના, દુઃખ ઉપજાવ્યા વિના રહે નહિ. આજના કેટલાક ધમ ગણાતાઓમાં પણ ગર્વઘમંડ હોવાનું જણાઈ આવે છે. થોડી ઘણી ક્રિયા કરે, તેમાં પણ ખાસ ભલીવાર જેવું તો હોય નહિ, છતાં મૂખઈભરી ખુમારી એવી કે, આયબુદ્ધિ અને વિધિ બહુમાનની વાતને એ લોકો પ્રેમથી સાંભળી શકે પણ નહિ. એવાને જો પૂછીએ કે
B ૨૨- ઘર્મ ક્યારે અને કોને અપાય? funny
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org