________________
એટલે પછી ધર્મ ભગવાનની આજ્ઞા મુજબ કરવાની વૃત્તિ આવ્યા વિના નહિ રહે. પછી તો ક્રિયામાં જે અવિધિ આદિ થતું હશે, તે એને જ દેખાવા માંડશે અને ખટકવા માંડશે, કેમ કે જીવ ખપી થયો ખરો ને? ખપી બનેલો જીવ પોતાનો આશય કેવા પ્રકારે ફળે તેમ છે' એ શોધવાનો પ્રયત્ન કર્યા વિના રહે નહિ. વિધિબહુમાન હોય, તો અવિધિ બહુ નુકસાન કરી શકે નહિ, માટે હમણાં અવિધિ આદિની બહુ ચિંતાનો અવકાશ નથી. એક વાર આશયશુદ્ધિ કરી લો, પછી કામ ઘણું સહેલું બની જશે. મોક્ષનો આશય પેદા થઈ શકે, એવો આ કાળ છે અને મોક્ષનો આશય પેદા કર્યા વિના આમાનું કાંઈ જ વાસ્તવિક રૂપમાં સફળ થઈ શકે તેમ નથી.
મોક્ષનો આશય ચરમાવર્ત સિવાય બીજે થતો નથી. અભવી ને દુર્ભવી, શ્રી તીર્થકર ભગવાનના યોગને પામવા છતાં પણ સુધરી શકતા નથી; પણ એમાં એ બિચારા કરે પણ શું? મોક્ષના આશયને પામવા માટે તે જીવો તદ્દન અયોગ્ય છે, કારણ કે ચરમાવર્ત કાળમાં જ મોક્ષનો આશય પેદા થઈ શકે છે. આપણે ધારીએ, તો આપણે એ આશયને જરૂર પેદા કરી શકીએ. એ માટે જ આપણે એ વિચાર કરવા માંડ્યો છે કે, પુણ્ય તમને સંસારની સામગ્રી પણ આપી છે અને ધર્મની સામગ્રી પણ આપી છે, પણ એ બેમાંથી તમને કઈ સામગ્રી મળ્યાનો આનંદ છે? આ બે પ્રકારની સામગ્રીમાંથી કઈ સામગ્રી તરફ તમારું ખેંચાણ છે ? કઈ સામગ્રી માટે, કઈ સામગ્રીનો ઉપયોગ કરવાનું મન થાય છે ? ધર્મસામગ્રીને સફળ કરવામાં સંસારસુખની સામગ્રીને ઉપયોગી બનાવવી છે કે સંસારસુખની સામગ્રીના રક્ષણ, ભોગવટા આદિ માટે ધર્મસામગ્રીનો ઉપયોગ કરવાનું મન છે?
આવા આવા પ્રશ્નો તમને વિચાર કરનારા બનાવવા માટે મૂક્યા છે. બન્ને પ્રકારની સામગ્રી તો મળી, પણ એમાં ખુમારી કઈ સામગ્રીની પ્રાપ્તિની? એમ થાય છે કે, હું તે ગામનો છું કે, જ્યાં એક, બે કે વધુ શ્રી જિનમંદિરો છે, ઉપાશ્રયો છે, સાધુ-સાધ્વીઓનું આવાગમન ચાલુ છે. અને સાધર્મિકોનો સહવાસ છે? અથવા મારો દેશ તે છે કે, જ્યાં ઘણાં તીર્થો આવેલાં છે, એમ થાય છે ? ચરમાવર્ત એ ધર્મપ્રાપ્તિનો કાળ ખરો, અધ્યાત્મની પ્રાપ્તિ ચરમાવમાં જ થઈ શકે, પરંપરાએ મોક્ષનું
આ રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા- ૮૭
INTERESTITUTTISTIT
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org