________________
અને સદ્ગતિને પામે, તે શાથી ? રાજ્ય તજવા જેવું જ લાગ્યા કરે, રાજ્ય ભોગવે પણ ન છૂટકે ભોગવે; ઈચ્છા તો મોક્ષસુખની જ હોય અને મોક્ષમાર્ગને સેવવા તરફ વલણ હોય. પાપમાં રહેવા છતાં પણ મન પાપાસક્ત રહ્યું નહિ – એ પ્રતાપ કોનો ? જિનવાણીને ઝીલવાનો એ પ્રતાપ છે.
જિનવાણીને ઝીલીએ, એટલે આપણને એમ થાય કે, સંસારનું કોઈ પણ સુખ ઇચ્છવા જેવું નથી, માટે જે કાંઈ ક્રિયા કરવી તે મોક્ષના આશયથી કરવી. મોક્ષના આશયથી ક્રિયા કરવાના યોગે ન માગીએ, તો પણ સંસારનું સુખ મળવાનું છે, તો પછી એની માગણી શું કામ કરવી? માગણી કરીને મેળવીશું, તો રાગ વધી જશે અને તે દુર્ગતિમાં ઘસડી જશે, એમ થાય ને? સંસારનું સુખ માગીને મેળવવામાં ઓછું મળે અને આસક્તિ ઘણી થાય. સંસારના સુખને તજવા જેવું માનીને, ધર્મ જો મોક્ષના આશયથી કર્યો હોય, તો સંસારનું પણ સુખ ઘણું મળે અને તેનો રાગ મૂંઝવે નહિ. ધર્મમાં મોક્ષનો હેતુ આવે, એટલે કર્મસત્તા પણ અનુકૂળ બનવા માંડેઃ
શ્રી સિદ્ધિગિરિમાં તો કાંકરે કાંકરે અનંત આત્માઓ શ્રી સિદ્ધપદને પામેલા છે. આવા મહિમાવંતા ગિરિવરની યાત્રાએ આવ્યા, માટે આપણે જિનવાણીને ઝીલવા માટે પાત્રરૂપ કાળમાં આવેલા છીએ, એમ માનીને ચાલવું જ રહ્યું. નક્કી કરવું કે ભગવાનનું દર્શન આદિ જે કાંઈ હું કરું છે. તે મોક્ષ માટે કરે છે ! સંસારનો મને રાગ છે, પણ એ રાગ મને ગમતો નથી, તેથી મારા એ રાગને તોડવા માટે હું દર્શનાદિ કરું છું. આ રીતે દર્શનાદિ કરો, તો એ મોક્ષ આપનાર તો થાય, પણ મોક્ષ આપનાર ન થાય, ત્યાં સુધી પણ તે આપણને સંસારમાં સારી રીતે રાખવા * બંધાએલ છે.
રાજ્યના મહેમાનને પોલીસ સાચવે કે નહિ ? એને કેમ અનુકૂળતા રહે, તેની પોલીસ જ ચિંતા કરે ને ? રાજ્યની પોલીસ જ્યાં બીજાને પેસવા ન દે, ત્યાં રાજ્યના મહેમાનને આદરથી લઈ જાય. એ રીતે આપણે મોક્ષ માટે ભગવાનનું દર્શન આદિ કરનારા થયા, એટલે
B ૨૨-ધર્મ કયારે અને કોને અપાય?
શું
(
૫
છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org