________________
-: શાશ્ર્વત ગિરિ મહિમા :
તો પણ બાર વર્ષ વનવાસ વેઠી એક વર્ષ સંતાવું પડ્યું, દશાર્ણભદ્રને માન અહંકાર આવી ગયો, પ્રસન્નચંદ રાજર્ષિ જેવા દુર્ધ્યાને ચડી ગયા, નંદીષેણે સ્ત્રીવલ્લભ થવાનું નિયાણું બાંધ્યું, કંડરીક સંયમથી પતિત થયા, સનકુમાર ચક્રવર્તીને રૂપનો મદ થયો, સેલગસૂરિ યોગથી મુક્ત થયા, નંદીપેણે વેશ્યાને ત્યાં રહી ચારિત્ર ખંડિત કર્યું, બાહુબળી માનરૂપી વેલડીએ વીંટાઇ ગયા, કયવન્ના શેઠ મોહથી પરઘરે પડ્યા રહ્યા, ઢઢણમુનિ જેવાને આહારની મુશ્કેલી પડી, ગજસુકુમાળના મસ્તક પર સોમિલ સસરે અંગારા ભર્યા, નળરાજા દ્યુતના વ્યસની થયા, ભીમ બહુ જ જબ્બર પુરૂષ તરીકે પંકાયેલ છતાં રસોઇયા તરીકે રહેવું પડ્યું અને હરિશ્ચંદ્ર જેવા સત્યવાદીને નીચને ઘરે પાણી ભરવું પડ્યું. આ રીતે કાંઇ ને કાંઇ ખામીનો અનુભવ ઉપર્યુક્ત દ્રષ્ટાંતોમાં જણાઇ આવે છે.”
વળી ગુરૂ શ્રી હેમસૂરિની સ્તુતિ કરતાં તે ચારણ કહેવા લાગ્યો કે :
હેમ સમો મુનિવર નહિ, જેણે પ્રતિબોધ્યો રાય; જલચર થલચર જીવની, તેં કીધી રક્ષાય.
પંખીને પરાભવ નહિ, જેહને મસ્તક હેમ;
Jain Education International
૩૮
For Personal & Private Use Only
www.jainelibrary.org