SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ - શાશ્વત ગિરિ મહિમા - ધ્વજાઓ ચઢાવી, ચામર છત્ર વિગેરે પ્રભુ પાસે ધરી, મણિ, માણેક, મુક્તાળના થાળો ભરી ભરીને અપૂર્વ ઉલ્લાસ વડે પ્રભુને વધાવ્યા અને એકચિત્તે પ્રભુસ્તુતિ બહુ પ્રકારે કરીને પૂરેપૂરો લ્હાવો લીધો. આ રીતે શ્રી જિનેશ્વર ભગવંતની અપૂર્વ ભક્તિ કુમારપાળ રાજાએ કરી તે જોઇને તે વખતે ત્યાં ઉભેલો એક ચારણ બોલી ઉઠ્યો કે- “શ્રી આદીશ્વર દાદાની એક પુષ્પની પૂજા પણ શિવપદવી આપે છે, એટલે ખરેખર શ્રી જિનેશ્વર દેવ તો જગતમાં બહુ જ ભોળા દેખાય છે.” તે ચારણ વળી સ્તુતિ કરતાં બોલ્યો કે- “જગતમાં શ્રી કષભદેવ સમાન પૂજનિક અન્ય કોઇ દેવ નથી અને તે જિનેશ્વર ભગવંતની અપૂર્વ ભક્તિ કરનાર રાજા કુમારપાળ જેવા કોઇ રાજા નથી. ખરેખર હારે તો આજે શ્રી આદીશ્વર ભગવાનના દર્શન અને વળી રાજા કુમારપાળનો મેળાપ થતાં મ્હારા દુઃખ-દારિદ્રરૂપી અંતરાય આજથી જ સર્વનાસી ગયા છે” તેમ કહી તે ચારણ કુમારપાળ ભૂપાળની સ્તુતિ કરતાં કહેવા લાગ્યો કે - દીપક જીમ તું દિનમણિ, તું સાયર તું વીર; કલ્પદ્રુમ જાણી કરી, કિમ જાચું જ કરીર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005638
Book TitleShashwat Giri Mahima
Original Sutra AuthorN/A
AuthorRushabhdas Kavi, Narvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy