________________
- શાશ્વત ગિરિ મહિમા -
દીપ, અક્ષત, ળ અને નેવેધની ઉત્તમ સામગ્રીથી પૂર્ણ આલાદ સહિત એકાગ્ર ચિત્તથી અષ્ટપ્રકારી અને સત્તરપ્રકારી પૂજા કરી. એ રીતે પ્રભુની દ્રવ્યપૂજાનો લ્હાવો લીધો.
દ્રવ્યપૂજા કર્યા બાદ શ્રી આદીશ્વર દાદાની સન્મુખ સૂરિશ્રી હેમચંદ્રાચાર્ય સહિત કુમારપાળ ભૂપાળ વિગેરે અવગ્રહ સાચવીને ચૈત્યવંદન કરવા બેઠા. શ્રી હેમસૂરિ મહારાજે ચૈત્યવંદન શરૂ કર્યું તેમાં ધનપાળ કવિકૃત “અષભપંચાશિકા” પ્રભુ પાસે અત્યંત આહલાદપૂર્વક કહીને રસના પવિત્ર કરી, તેમજ કુમારપાળ રાજા વિગેરેએ એક ચિત્તથી શ્રવણ કરવા વડે શ્રવણને પવિત્ર કરી આત્માનો
ઓર આનંદ અનુભવ્યો. આ વિધિ સંપૂર્ણ થઇ રહ્યા બાદ કુમારપાળ રાજાએ વિનયસહિત ગુરૂ મહારાજને પૂછયું કે“હે સાહેબ ! આપ તો વિદ્વાન, જ્ઞાની, પ્રખર પ્રતિભાશાળી અને કળિકાળસર્વજ્ઞનું બીરૂદ ધરાવનાર છો તેમજ શ્રેષ્ઠ કવિ પણ છો, તો આપને આ શ્રાવકની બનાવેલી (ધનપાળકૃત) પ્રભુસ્તુતિ બોલવાનું શું પ્રયોજન લાગ્યું ? આપે આપની બનાવેલી સ્તુતિ કેમ કહી સંભળાવી નહીં ?”
તેના સમાધાન અર્થે શ્રી હેમસૂરિ મહારાજ બોલ્યા કે- “હે રાજન !શ્રી અષભપંચાશિકા ભલે ધનપાળ શ્રાવકની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org