________________
પર પહેલા દિવસની કાર્યવાહી આદિ ૨૦૦ જેટલા સાધુ મહારાજેના ગુપની જોડે બેઠક લીધી હતી. વાતાવરણમાં પૂર્ણ ગંભીરતા છવાઈ જવા પામી હતી.
શ્રાવકસંઘે સુંદર સ્વાગત કર્યા બાદ માનવમહેરામણના પરમેલ્લાસ વચ્ચે મનહર રાગ-રાગિણીપૂર્વક સ્નાત્ર ભણાવવામાં આવેલ. ચાલુ સ્નાત્ર વચ્ચે આશ્રી સિદ્ધિસૂરિજીમનું આરામર દ્વારા આગમન થયેલ. એક કલાકે પ્રદપૂર્ણ રીતે સ્નાત્ર પૂર્ણ થયા બાદ સેક્રેટરી વાડીલાલ મોહકમચંદે ઉભા થઈને સંમેલનની સફળતા ઈચ્છનારા સંદેશાઓ નામપૂર્વક વાંચી સંભળાવ્યા હતા. ત્યારપછી શેઠ કેશવલાલ લલુભાઈ ઝવેરીએ ગંભીરતાપૂર્વક પિતાનું નીચે મુજબનું નિવેદન પ્રદપૂર્ણ ચિત્તે વાંચી સંભળાવ્યું હતું.
શેઠશ્રી કેશવલાલ લલ્લુભાઈનું નિવેદન પૂજ્યશ્રી આચાર્ય ભગવંતે, અન્ય પદવીધરે તથા મુનિવર્યશ્રીએ!
મારા પત્ર તથા વિનંતિને સ્વીકાર કરીને આપ સર્વે સમુદાયના પૂજ્ય આચાર્ય ભગવંતે આદિ મુનિરાજો લાંબા વિહારની અગવડતા વેઠીને પુનઃ અમારા રાજનગરનાં આંગણે એકત્ર થયા છે, તે અમારી જૈનપુરી માટે ગૌરવરૂપ છે.
આપ સર્વે આચાર્ય ભગવંતે અને મુનિવર્યશ્રીઓને અત્રે એન્ન થએલાં જોઈ અમારાં હાં હર્ષથી પુલકિત થઈ જે આનંદ અનુભવે છે, તે શબ્દથી વર્ણવી શકાય તેમ નથી.
આપણા જૈનસંઘની ઉન્નતિ, પ્રભાવ અને ગૌરવને બાધક પ્રશ્નોને નિર્ણય લાવવાની ખાસ અગત્યતા છે. તદુપરાંત એ પણ અતિ આવશ્યક છે કે-હાલના સમાજની સ્થિતિ, વર્તમાન સંજોગે અને ભવિષ્યને ધ્યાનમાં રાખી જે અનેક બાબતે ચર્ચવા જેવી અને નિર્ણય કરવા જેવી છે, જેમાં તિથિચર્ચા પણ છે. તેને આપ સવે દીર્ધદષ્ટિપૂર્વક, ઉદારતા અને મિત્રભાવથી વિચાર કરી યોગ્ય નિર્ણય લાવી જૈનશાસનની ગૌરવતામાં વૃદ્ધિ કરશે એવી અમારા સકળ શ્રીસંઘની શ્રદ્ધા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org