________________
૨૦૨ કિ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક. જ ન હોય તે-આના બદલે આમ રાખે” એમ કહી શકાય. આ તે મારી સમજણમાં આવ્યું તે મેં કહ્યું. મને લાગ્યું કે કેટલીકવાર તકને શાસ્ત્રના નામે ચલાવાય છે.
સિદ્ધિસૂરિ મહારાજે પાંચમને ક્ષય કર્યો તેમ રજુઆત કરે છે, પણ અત્યારસુધી પાંચમના ક્ષય માટે એકપણ પુરો રજુ કરાયે નથી-હજુ પણ આપતા નથી. તેના પુરાવા તેમણે રજુ કરવા ઘટે. પુરાવા આપવાની ફરજ તેમની છે. છઠના (ક્ષયના) પુરાવા અમે જે રજુ કર્યા છે તે કરતાં ઉલટી રીતે ઉલટા જ પુરાવા અપાય છે તે બીલકુલ એગ્ય નથી. આથી “શ્રી સિદ્ધિસૂરિજીએ પાંચમને ક્ષય કર્યો હતે. એમ કહેવામાં વાજાળ સિવાયતમારી પાસે એક્ષણ પૂરા નથી, એ વાત સ્પષ્ટ થાય છે. પાંચમને ક્ષય કર્યો હેવાનું તેઓ જણાવે છે ત્યારે તેના પુરાવાઓ તેમણે આપવા જોઈએઃ તેને બદલે ઉલટું અમારી પાસે પાંચમને ક્ષય ન કર્યા ના પૂરાવા માગ્યા!! આ કેવું વિચિત્ર ?
પં. પ્રતાપવિમોને પત્ર વંચાય છે, ગંભીરવિભ૦ પત્ર યાદ કરાય છે તેમજ દયાવિનીચે પડી આગળ કરાય છે. પરંતુ તે બાબતે આચરણારૂપે નથી, પણ વિચારણારૂપ છે” એમ અહિં ઘણીવાર કહેવાયું છે તે તે યાદ જ કરાતું નથી ? એ નીતિ-રીતિ કેવી ગણાય?
ચાર દિવસમાં સામાપક્ષે પણ આ વાત ઘણીવાર કબૂલેલ છે; છતાં તે બધું ભૂલીને આવી નિરાધાર બાબતેને પુરાવા તરીકે રજુ કર્યા કરાય અને વધારામાં આચરણ કરનારા વધારે ગુન્હેગાર છે અને પ્રરૂપણ કરનાર તેથી પણ વધારે ગુન્હેગાર” એવી મનસ્વી પ્રરૂપણા પણ ગોઠવાય, એ વગેરે અને એવી ભાષા સાંભળ્યા પછી
ઈપણ સંગમાં ચર્ચા કરવા દિલ અચકાય એ સહજ છે. તે મનસ્વી પ્રરૂપણામાં પણ વિચારણના સ્થાને “પ્રરૂપણ શબ્દ ગઠવવાનું છળ કરવું તે શોભનીય છે?(અત્ર ઉદયસૂરિજી સાથે આ૫ાદ્ધનયન થયા હતા.')
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org