________________
* નવમા દિવસની કાર્યવાહી ; ૧૭૭ તુલ્ય શ્રમણ ભગવંત આદિ સંઘ સમસ્તને મારી નમ્ર વિનતિ છે કે મારી વાત સહુ શાંતિપૂર્વક સાંભળશે.
આપનાથી મારી બુદ્ધિ વધારે નથી. આપ જે કંઈ કરી રહ્યા છે તે જગતના હિત માટે કરી રહ્યા છે અને તે જ પ્રમાણે કરશે એમ મારી માન્યતા છે.
આપણા પરમ પુણ્યના ઉદયે આપણ) બધા અહિં ભેગા થયા - છીએ. સાંભળવું તે પડે છે કે આ પ્રયાસ માટે મને ઘણા કહે છે કે-આ (મેળ થતું નથી એ, બધું તમે કરે છે. સાંભળવું તે પડે જ છે અને સાંભળીશ. ઘણાનું કહેવું એવું છે કે છેલ્લા ચાતુર્માસથી જ આ બાબતની વિચારણા ચાલે છે, પરંતુ એમ નથી. આ (૧૨ તિથિની ક્ષય-વૃદ્ધિ છોડી દેવાની વિચારણા તે બાર વર્ષથી ચાલે છે. ૨૦૦૭માં પાલીતાણામાં પૂછવલભસૂરિઝમની નિશ્રામાં તેમજ ગતચતુર્માસમાં ટ્રસ્ટ એકટ માટે ડેલાના ઉપાશ્રયે મીટીંગ થએલ અને કાંઈ વિધિસર થએલ નહિ. ગતવર્ષે ડેલાના ઉપાશ્રયે થએલ મીટીંગમાં વિશેષ વિચારણાઓ એ પણ થએલ કે-આપણા તીર્થોની બાબતમાં, દીક્ષા પ્રતિબંધક બલેના સંબંધમાં તેમજ આ તિથિપ્રકરણ આદિમાં આપણે સંપના માર્ગે નહિ આવીશું તે પરિણામ શું આવશે તે કહેવું મુશ્કેલ છે. તિથિપ્રકરણ બાબત પ્રેમસૂરિઝમની વિશેષ લાગણી હતી. તેમાં કૈલાસસાગરજીમ ઉપાધ્યાય દ્વારા કેશુભાઈને આ પ્રયાસ કરાવ્યું. તે બંનેના સુપ્રયાસથી આ બધું બની શકયું છે.
આવા કશેથી શ્રી શ્રમણસંઘને અને ગામેગામના શ્રીસંઘને જે નુકશાન પહોંચી રહ્યું છે તે માટે ગ્ય વિચારણા નહિ થાય તે ભાવિના સકલસંઘને ઘણું સહન કરવું પડશે. શ્રીસંઘનું આવું શિસ્ત છે તે મુજબ વિચાર કરી આપણા વડિલે જે કાંઈ કરશે તે શાસ્ત્રાનુસાર અને વ્યવસ્થિત જ થશે એમ સમજી તેમની ઉપર જ આ બાબત છેડી દેવી ઘટે.
૧૯૯૦ના પ્રથમના સંમેલનમાં ૭રની કમીટીમાં તેમજ ૩૦ની
૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org