________________
મૂર્ખ માનવીનો અવાજ ઊંચો હોય છે, નહિ તો એને કોઈ સાંભળે જ નહિ.
- ગ્લેડસ્ટન
(મોડા થવા માટેનાં કારણોમાં મને રસ નથી, પણ કામ પૂરું થાય તેમાં મને રસ છે.
- જવાહરલાલ નેહરુ
ભૌતિક બંધનોમાંથી છૂટવાનો રસ્તો પૂરા વિવેકથી પ્રાપ્ત થાય છે.
- પ્રેમચંદજી
તમારા લક્ષ્યને ભૂલશો નહિ, નહિ તો પછી જે કાંઈ પ્રાપ્ત થશે એમાં જ સંતોષ માનવા લાગશો.
- બર્નાર્ડ શો
'તુચ્છ પ્રાણીઓ વિઘ્નના ભયથી કોઈ કાર્યની શરૂઆત કરતા નથી. મધ્યમ શ્રેણીના લોકો કાર્યનો આરંભ કરે છે, પણ મુશ્કેલી આવતાં જ તે છોડી દે છે પણ શ્રેષ્ઠ પુરૂષો વારંવાર સંકટો આવવા છતાં હાથમાં લીધેલું કામ વચમાંથી છોડી દેતાં નથી.
- ભર્તુહરિ
જ્યારે સ્ત્રીનું હૃદય પવિત્રતાનો સાગર બની જાય છે એ સમયે એનાથી વધુ કોમળ કોઈ વસ્તુ જગતમાં નથી હોતી.
- લ્યુથર
o૫
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org