________________
જે આત્માને ઉપલબ્ધ કરાવે, જૂના સંસ્કારોને સમાપ્ત કરાવે, ભયનો નાશ કરે, પ્રલોભનોથી ઉપર લઈ જાય તે જ ધર્મ છે તેનું નામ છે અધ્યાત્મ.
- યુવાચાર્ય મહાપ્રજ્ઞા
ખુશી મહેનતથી મળે છે. અસંયમ અને આળસથી મળતી નથી. મનુષ્ય કામને ચાહે તો તેનું જીવન સુખી થઈ જાય.
- રસ્કિન
જે વ્યક્તિ વિપુલતાના સિદ્ધાંતથી પોતાના મનનો સમન્વય કરી લે છે તે સૌભાગ્યની લાગણી કરે છે. એનાથી ઊલટું, જેઓ આવો સમન્વય નથી કેળવતા તેઓ માટે તો ધનસંપત્તિ તો શું, જીવન ( નિર્વાહ પણ કઠિન થઈ જાય છે.
- વેટ માર્ડના
જે વાતમાં મને આજે શ્રદ્ધા છે એ જ વાત હું આજે કહીશ, પછી ભલે તે મેં જ કહેલી અગાઉની મારી જ વાતથી વિરુદ્ધ કેમ ન હોય?
- - હેંડલ ફિલિપ્સ
હિંસામાં જોખમ છે. હિંસામાંથી હિંસા પેદા થાય. માનવીમાં રહેલી પાશવી વૃત્તિ જાગે. હિંસાથી હિંસા વધે. સારા હેતુથી શરૂ થાય તે ખોટી દિશાએ વળે. અમુક જ હદ સુધી લઈ જવું હતું તે માઝા મૂકીને બેકાબુ બની જાય. હિંસામાં નુકશાની છે, દુઃખ છે, અફસોસ છે.
- ફાધર વાલેસ
ઉપરથી હવે કોઈ અવતાર અવતરવાનો નથી, આપણે જ આપણા અવતારને સાર્થક કરવાનો છે.
(૬૦)
0.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org