________________
વાત્સલ્યદોષોને ગળી જાય છે. અસંખ્ય દોષોને સહન કરે છે, જ્યારે પ્રેમ દોષોને જોતો જ નથી.
- વિનોબા ભાવે
પુરૂષ અથવા સ્ત્રીની સત્કીર્તિ એજ તેના આત્માનો પ્રથમ અલંકાર છે.
- એમર્સના
હું કદી દુર્ભાગ્યમાં માનતો નથી અને જે ખરેખર દુર્ભાગ્ય છે તે તો શુભ બાજુની અગમ્ય બાજુ છે. - મેક ડોનાલ્ડ
ધર્મજ્ઞાનની પ્રાપ્તિ બહારની દુનિયાને જાણવાથી નથી થતી પણ અંદરની દુનિયાને જાણવાથી થાય છે.
- સ્વામી વિવેકાનંદ
ભય હંમેશા અજ્ઞાનમાંથી જ પેદા થાય છે.
- સ્વેટ માર્ડન
અંતરાત્મા અથવા ભાવના માટે સૌ પ્રથમ પ્રગટેલો વિચાર જ સર્વોત્તમ છે, સમજદારી માટે અંતિમ વિચાર શ્રેષ્ઠ છે.
- રોબર્ટ હીલ
જો ગરીબીથી ડરતા હો, જો એનાથી ત્રસ્ત હો, જો વૃદ્ધાવસ્થામાં આવનારા અભાવોથી ભયભીય હોત તો આડર ત્રાસ અને ભયને તરત જ છોડી દો, એ આપણા સાહસને ડગી જશે. તે આપણા આત્મવિશ્વાસને વિચલિત કરી નાખશે. એ પરિસ્થિતિ સાથે સંઘર્ષ કરવાની આપણી શક્તિને ઓછી કરી નાંખશે.
- સ્વેટ માર્ડના
(૫૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org