________________
અંધ હોવું એ એક વાત છે અને અંધકારમાં જીવવું એ બીજી જ વાત છે. પ્રાણીઓ આ ભેદ જાણતા નથી, મનુષ્ય જાણી શકે છે. ઉજાસમાં હોવું તે એક વાત છે અને ઉજાસમાં જીવવું તે બીજી જ વાત છે.
- કોવેન્ટ્રી પરેમોર
પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે એ | વિચારી આજના દિવસમાં પ્રવેશ કરવો. - શ્રીમદ્ રાજચંદ્ર
જેને ઘેર આજે દિવસ કલેશ વગરનો સ્વચ્છતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર પવિત્રતાનો વાસ છે.
- શ્રીમદ્ રાજચંદ્ર
વાત છે.
ભલે તારી આજીવિકા જેટલું તું પ્રાપ્ત કરતો હો, પરંતુ નિરૂપાધિમય હોય તો ઉપાધિમય પેલું રાજસુખ ઈચ્છી તારો આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં.
- શ્રીમદ્ રાજચંદ્ર
કોઈ બાંધનાર નથી, પોતાની ભૂલથી બંધાય છે. સુખ દુઃખ એ બંને મનની કલ્પના છે. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે.
- શ્રીમદ્ રાજચંદ્ર
વર્તનમાં બાળક થાઓ, સત્યમાં યુવાન થાઓ, જ્ઞાનમાં વૃદ્ધ થાઓ.
એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. - શ્રીમદ્ રાજચંદ્ર
(૪૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org