________________
કન્યા પારકાં ઘરે જઈ રહી હોવા છતાં જો મંગળ ગીતો ગવાતાં હોય તો પછી આ ખોળિયાનો ત્યાગ કરીને પારકા ખોળિયામાં પ્રવેશ કરાવતાં મોત વખતે મરસિયા શા માટે?
શરીરનો બીમાર, ડૉક્ટરની જ વાત માને, હાલતાં-ચાલતાં માણસોની નહીં. મનનો રોગી અનંત જ્ઞાનીઓની જ વાત માને, ગમે તેવા અલેલ ટપુની નહીં.
સંપત્તિમાનો- અનેકને આંસુઓ પડાવીને સંપત્તિ કદાચ તમે એકઠી કરી હશે, કાંઈ નહીં - કમસે કમ હવે એટલું તો કરો કે એ સંપત્તિ અનેકના આંસુ લૂછનારી બને!
કોઈના ખીસા ખાલી થયા પછી જ તમારી પાસે આવતા પૈસા, કાયમ માટે તમારી પાસે રહેશે એવું માનવાની ભૂલ ક્યારેય કરશો નહીં.
(લોખંડની સાંકળ કરતાંય આશાની સાંકળ ભારે વિચિત્ર લાગે છે. | લોખંડની સાંકળે બંધાયેલો એક ડગલું ય ચાલી શકતો નથી જ્યારે આશાની સાંકળે બંધાયેલો હજારો માઈલની મુસાફરી મજેથી કરી શકે છે.
વડીલની વાત બાળકને સમજાતી નથી કારણ કે બાળક પાસે વડીલ જેવી બુદ્ધિ નથી. બાળકની વાત વડીલને સમજાતી નથી કારણ કે વડીલ પાસે બાળક જેવું હૃદય નથી.
(૪૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org