________________
આંતરિક સમૃદ્ધિ એટલે તો એકલા ઊભા રહેવું જ્યારે જે માનવી જાણીતો થવા માંગે છે તે એકલો ઊભો રહેતા ગભરાતો હોય છે. કેમ કે તે લોકોની ખુશામત અને સારા અભિપ્રાયો પર જ આધાર રાખતો હોય છે.
- જે કૃષ્ણમૂર્તિ
(તમારી નિરાશાનું કારણ એ જ છે કે તમે તમારા સુખને માટે જ જીવવા માંગો છો.
- ટોલ્સ્ટોય
'સ્મિતની કીમત આંસું - ખોબો ભરીને અમે એટલું હસ્યાં, કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.
- જગદીશ જોષી
સત્ય, અહિંસા ઈત્યાદિ વ્રતોનું પાલન નિર્ભયતા વિના અસંભવિત છે અને હાલ સર્વત્ર ભય વ્યાપી રહ્યો છે ત્યાં નિર્ભયતાનું ચિંતનને તેની કેળવણી અત્યંત આવશ્યક હોવાથી તેને વ્રતોમાં સ્થાન અપાયું છે. જે સત્યપરાયણ રહેવા માંગે તેમનાતજાતથી ડરે, નસરકારથી ડરે, ન ચોરથી ડરે, ન ગરીબાઈથી ડરે, ન મોતથી ડરે.
- ગાંધીજી
(કેવળ સ્નેહ ને લીધે ઉદ્ધત માણસને સલાહકાર ના બનાવશો.
- ચાણક્ય
કાળ - કાચબો અને સસલું - કાળનું કુસુમ આ સાવ નાજુક છે, જો ખરી જાય ના પાંખડી પલટણી.
- સુરેશ દલાલ
૩૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org