________________
સશક્ત શરીર એ પૈસા કરતાં મોટી સંપત્તિ છે ને નિર્વિષથી આત્મ સુખ એ બીજા સર્વવિષજન્ય આનંદો કરતાં મોટો આનંદ છે.
- એફસિઝિથસ્ટિસ,
(સંગીતની સાધનાથી પ્રભુની પ્રાપ્તિ થાય છે. સંગીત મનુષ્યને પરમ શાંતિ અને પરમ આનંદ આપે છે. - પંડિત રવિશંકર
એક માણસ એટલો બધો આગળ વધ્યો હોય કે તે ધ્રુવને સ્પર્શ કરે અથવા સૃષ્ટિ આખીને પોતાની મુઠ્ઠીમાં સમાવી દે, પણ તેનું માપ તો તેની આંતરિક યોગ્યતા ઉપરથી જ થવું જોઈએ. અંતઃકરણ જ મનુષ્યનું માપ છે.
- વોટસ
સત્યના ત્રણ ભાગ છે, પ્રથમ જિજ્ઞાસા - જે તેની આરાધના છે, બીજું જ્ઞાન - જે તેની ઉપસ્થિતિ છે અને ત્રીજું વિશ્વાસ - જે તેનો ઉપભોગ છે.
- બેકન
(જે પાપ નથી કરતો તે દેવ છે, પાપનો પસ્તાવો નથી કરતો તેદાનવ છે.
- હિતોપદેશ
વિદ્યારૂપી ધનને કોઈ ચોરી શકતું નથી, રાજા દંડના રૂપમાં તે પડાવી શકતો નથી, ભાઈ તેમાંથી પોતાનો હિસ્સો માંગી શકતો નથી એનો જરાપણ બોજ લાગતો નથી, તે આપવાથી વધે છે અને તમામ ધનમાં ઉત્તમ ધન છે.
- અધ્યાત્મ રામાયણ
સુખનું મૂળ ધર્મ છે, ધર્મનું મૂળ અર્થ છે અને અર્થનું મૂળ રાજ્ય છે.
- ચાણક્ય
(૨૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org