________________
કાં તો હું રસ્તો શોધી કાઢીશ, અગર રસ્તો કરીશ. અગાઉ ન થઈ શક્યું હોય એવું અને ફરી ન થઈ શકે એવું હિત કરવાની તક ન મળતી હોય તેવો ભાગ્યે જ કોઈ દિવસ થાય છે.
- ડબલ્યુ એચ. બાલ
વિવેકબુદ્ધિ, માન-મર્યાદા અને સત્ય જેમાં ડૂબી જાય એવો તળિયા વગરનો દરિયો તે પૈસો છે.
- કોઝવે
સદ્ભાગ્ય સદાય પરિશ્રમની સાથે અને પાછળ જ હોય છે.
- ગોલ્ડ મિથ
હું નરકમાં પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ કારણ કે તેમનામાં એટલી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે.
- લોકમાન્ય તિલક
મન મહાન જાદુગર અને ચિત્રકાર છે. મન બ્રહ્મસૃષ્ટિનું તત્ત્વ છે. સંકલ્પ વિના સૃષ્ટિ નથી થતી અને મન વિના સંકલ્પ નથી થતો.
- સાને ગુરજી
(પ્રેમનાં બંધને બંધાઈને જ્યાં સુધી લોકો એક થયેલા હોય છે ત્યાં સુધી તો ગમે તેવા ઝેરને પણ તેઓ પચાવી જઈ શકે છે.
- રવીન્દ્રનાથ ટાગોર
માનવ જ્યારે માનવ મટીદાનવબને છે ત્યારે તે ધર્મને બદલે ધનનું, સત્યનાં બદલે સંપત્તિનું, વિરાગના બદલે વિલાસનું અને સમતાને બદલે મમતાનું સન્માન તથા સ્વાગત કરે છે. - સુદર્શના
(૧૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org