________________
જાત સિવાય કોઈ મદદ નહિ કરે એ સમજવાનો વખત આવી પહોંચ્યો છે.
દરેક મનુષ્ય સર્વની ઉન્નતિમાં પોતાની ઉન્નતિ સંકળાયેલી છે એમ સમજવું જોઈએ.
દિલાવરવાળા મનુષ્ય સાચે જ જીવન જીવી જાય છે. જીવનનું. ઝવેરાત મુશ્કેલીના પત્થર સાથે ઘસાઈ ને ઝળકે છે.
માનવતા એ જ મહાન ધર્મ છે. સારા કામની કદર જરૂર થાય છે.
હૈયામાં હામ હોય, બાવડે બળ હોય, પગમાં જોર હોય અને તકદીરનો સાથ હોય તો પૈસા હાથવેંતમાં ખરા જ. પુરૂષાર્થ સાચો પારસમણી છે, મહાવરો માનવીને સંપૂર્ણ બનાવે છે.
ક્ષેત્ર મર્યાદિત અને દૃષ્ટિ વિશાળ રાખો, સુવાસ રહી જાય એવું જીવન જીવો. સારા વિચારો અને કાર્યોથી મન પવિત્ર કરો.
દરેક માણસ પોતાની કલ્પનાથી અને પોતાની વાણીથી પોતાની જ કિમત કરાવે છે. નવું જ્ઞાન અને અનુભવો મેળવે તેને પ્રતિષ્ઠિત લેખવામાં આવે છે.
( જે માણસમાં ગુણ હોય, તેની બીજામાં સદ્ગુણ દેખાય, સગુણો ઉપર જન્મ અને સંપત્તિનું વર્ચસ્વ રહેતું આવ્યું છે.
( ૧૮ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org