________________
ભયંકરમાં ભયંકર આઘાત જીરવવાનો એકમાત્ર ઉપાય છે, કામે લાગી જાઓ.
ટીકા એક ભયંકર ચિનગારી છે, જે મગરૂરીના દારૂગોળામાં પડતાં જ ભયંકર ધડાકો થાય છે.
ખુદા પણ માણસની અજલ આવે નહીં ત્યાં સુધી તેના ઈન્સાફ કરવા માંગતો નથી. મારે ને તમારે શા માટે બીજાઓના કાજી થવું જોઈએ?
બીજાઓને સુધારવા કરતાં પોતાની જાતને સુધારવામાં વધારે લાભ અને ઓછું જોખમ રહેલું છે.
કામમાં રોકાયેલ માણસ પાસે જઈને માત્ર કામ અંગેની જ વાત કરજો.
એકલી શ્રદ્ધા વડે બહુ ઓછું સિદ્ધ કરી શકાય છે, પણ સમુળગી શ્રદ્ધા વિના તો કશું જ સિદ્ધ થતું નથી.
ઈશ્વર મનુષ્યને લાકડીથી નથી મારતો, મારવો હોય ત્યારે એની બુદ્ધિ હરી લે છે.
ક્ષમા એ માત્ર મનુષ્યનો જ ગુણ વિશેષ છે, એ ક્યારેય પશુઓમાં જોવા નહિં મળે. - જયશંકર પ્રસાદ
હાસ્ય એ ત્વરિત ઉપલબ્ધ થતું વેકેશન છે. જરા બારીકાઈથી જુઓ, આદમી કેટલો હળવો ફૂલ બની જાય છે.
- અનુશ્રુતિ
Jain Education International
૨૦૬
For Personal & Private Use Only
www.jainelibrary.org