________________
ધર્મજ્ઞાનની પ્રાપ્તિ બહારની દુનિયાને જાણવાથી થતી નથી પણ અંદરની દુનિયાને જાણવાથી થાય છે. - સવામી વિવેકાનંદ
શ્રેષ્ઠ માટે જ, પૂર્ણ માટે જ મથો. ક્યારેય પણ સેકન્ડ બેસ્ટ થી સંતોષ ન પામો.
- જે. આર. ડી. તાતા
કોઈની ટીકા કરવી નકામી છે, કારણ કે કોઈને દોષ દેવાથી તે માણસ પોતાનો બચાવ કરવા તૈયાર થાય છે ને પોતે યોગ્ય જ કર્યું છે એમ પુરવાર કરવાની કોશિશ કરે છે.
પ્રેમ વધે એમ કંટાળો ઘટે. જ્ઞાની બહુ જલદી કંટાળે છે. યોગી પણ કંટાળે છે. ભક્ત પ્રમાણમાં ઓછો કંટાળે છે કારણ કે એ પ્રેમાળ છે.
માણસ જ્યારે પોતાની જાત સાથે લડવા માંડે છે ત્યારે તેની કંઈક કિમત અંકાય છે.
કોઈપણ બેવકૂફ માણસ ટીકા કરી શકે છે પણ બીજાઓને સમજીને માફી બક્ષવા ચારિત્ર્ય અને આત્મસંયમની જરૂર પડે છે.
જીવનમાં સુખનો સૂર્યોદય લાવવો હોય તો બીજાના જીવનમાં સુખની સરવાણીઓ વહેતી કરો. ને રોજેરોજ એક નિઃસ્વાર્થપણે, નિરહંકારભાવે કોક ભલાઈનું કૃત્ય જરૂર કરો.
જગ આખું બગડ્યું છે, આભ આખું ફાટ્યું છે, એમાં થીગડું ક્યાં દેવું? એમ ફરિયાદ કર્યા કરવાથી પ્રશ્નો નહિ ઉકલે. તમારાથી જ શરૂઆત કરો, એક ખરાબ માણસ તો ઓછો થશે ને?
૨૦૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org