________________
( જમવા બેસો ત્યારે વિચારજો - આ રોટલી કોણે બનાવી, આ લોટ કોણે દળી આપ્યો, એની ગુણ કયા મજૂરી ઉપાડી, એનો દાણો કયા ખેડૂતે ઉગાડ્યો... આ બધાના સુખ માટે મેં શું કર્યું?
યુવાની સ્વેચ્છાચારથી નહિ, સ્વચ્છ આચારથી - સદાચારથી દીપે.
પોતાને ભાગે આવેલું કામ એકાગ્રપણે કરે નીચું જોઈને કરે એ સર્વત્ર
પૂજ્ય.
ઓછામાં ઓછું કામ કરી વધુમાં વધુ વળતર મેળવવાની વૃત્તિ સમાજને પતનના માર્ગે લઈ જશે. જરૂરત પૂરતું જ લઈ વધુમાં વધુ મહેનત કરવાની વૃત્તિ જ સમાજને આગળ વધારશે.
જીવનમાં ધન નહિ, ધર્મ મુખ્ય છે.
મૂર્ખ લોકોની વાત પર ધ્યાન ન આપશો. એમની નિંદા કે પ્રશંસા બેય નકામા છે.
(બાળકોને ધનનો વારસો આપી ન શકો તો કાંઈ નહિ, સારા સંસ્કારોનો વારસો આપતા જવાનું લક્ષ્ય અવશ્ય રાખજો.
(કરવા જેવું ન કરવા જેવું એના વિવેકને જીવનમાં સ્થાન આપે એ સાચો ધાર્મિક.
(આપણી ઈચ્છા વિરૂદ્ધ આપણી પાસે કોઈ ખોટું કામ કરાવી જાય છે એ તો કેમ ચાલે?
(૨૦૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org