________________
જેઓ માણસ મટીને ઈશ્વર થવાનો અભરખો રાખે છે તેઓ ક્યારેક એમની પૂજા કરનારાઓ કરતાંય નીચી કક્ષાના બની રહે છે.
હું અમુક કામ ચોક્કસ કરીશ એવો મનમાં વિચાર લાવવાથી જ તે કામ કરવાની શક્તિ આપણામાં પ્રગટે છે.
દરેક યુવાન માણસના દિલમાં ઠસવું જ જોઈએ કે બીજાની મદદ અને પારકા આશ્રયથી કંઈ લાભ થવાનો નથી.
માણસની પરીક્ષા માટે વેપાર-ધંધામાં કેવી થાય છે, તેની ચાલ વેપારની કસોટી ઉપર કેવી રીતે કસાય છે તેવી અન્ય કોઈ કાર્યમાં કરાતી નથી.
કાંઈ અસંભવ નથી વિશ્વમાં જો નિશ્ચય કરવામાં આવે, સંકલ્પોના નવા જોમથી મક્કમ ડગ ભરવામાં આવે, શું મજાલ છે તોફાનોની? તેની દિશા બદલાઈ શકે છે.
યુવાનો - જેવા જગતમાં જીવવું ગમતું હોય એવા જગતના નિર્માણ પાછળ સમર્પિત બની જજો.
જેણે પોતાની જાતને નથી સુધારી એ સમાજને શું સુધારશે?
નાનામાં નાના કામમાં ઝીણવટ - ચીવટ અને કળા ખિલવી હશે તો જીવનમાં ઉપયોગી થશે.
| (સંપત્તિથી કદાચ થોડું સુખ મળશે, સંસ્કારથી ખૂબ શાંતિ મળે છે. )
૨૦૦૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org