________________
ખરી વસ્તુ પાછળ વખત આપવાનું આપણને ખેંચે છે. નકામી વસ્તુ પાછળ ખુવાર થઈએ છીએ ને ખુશ થઈએ છીએ.
માણસનું ખૂન કરવું એના કરતાં એના વિશ્વાસનું ખૂન કરવું એ વધુ ભયંકર છે.
(વાત જાણવી અને સમજવી એ બે વચ્ચે આભ-જમીનનો ફરક છે.
વિશ્વની મહાન કરુણ ઘટનાઓ સત્ય અને અસત્યના સંઘર્ષથી નહીં પણ બે સત્ય સામસામે આવી જાય ત્યારે ઉદ્ભવે છે.
તમે કેટલી મહેનત કરો છો તેની વાત કહેશો નહિ, તમે કેટલું કામ પૂરું કર્યું એ કહો.
જ્યારે બધા એકસરખું વિચારતા હોય તો ત્યારે માનવું કે કોંઈ ઝાઝું વિચારતું નથી.
જે લોકો સમયનો અતિશય દુરુપયોગ કરે છે તે જ સમયની તંગીની ફરિયાદ કર્યા કરતા હોય છે.
જો આપણાં અનુભવોને આપણી ચુકવેલી કીંમતે વેચી શકીએ તો આપણે બધા જ લાખોપતિ થઈ જઈએ.
આપણે બીજાને આપી દેવું, તેમાં જ હૃદયની સંપત્તિ રહેલી છે, સંગ્રહ કરવામાં નહિં.
(૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org