________________
આપનું આતિથ્ય એ જ અમારૂં સદ્ભાગ્ય હોય છે.
પ્રાપ્તને ભોગવો અપ્રાપ્તની ચિંતા કરશો નહીં.
દલીલ જીતીને માણસ હારવા છતાં ક્યારેક દલીલ હારીને માણસ જીતવો વધારે જરૂરી હોય છે.
મુકામે પહોંચવાની ઉત્સુકતાને કારણે રસ્તો અડચણવાળો લાગે છે પણ એ ભુલવું ન જોઈએ કે મુકામે પહોંચાડનારું એ જ સાધન છે.
પાપ શું છે? જે કરતાં દિલમાં ખટકે તે.
પરીક્ષાની જિંદગી પૂરી થયા બાદ જિંદગીની પરીક્ષા શરૂ થાય છે.
મૈત્રી હંમેશા સરખા સ્વભાવ અને સરખાં સુખ-દુઃખવાળાઓની સાથે જ થાય છે.
- પંચતંત્ર
ફક્ત કશું ન કરનાર માણસને જ આળસુ કહેવાય એવું નથી પણ જેને સારું કે અગત્યનું કામ કરવાનું હોવા છતાં તેને છોડી બીજા કામમાં રચ્યોપચ્યો રહે તે પણ આળસુ કહેવાય.
- સોક્ટીસ
સુખ અને આનંદ એ બે એવી જાતના અત્તર છે જે બીજાઓ ઉપર જેટલાં વધારે છાંટો એટલી વધારે સુગંધ તમને પોતાને સાંપડે છે.
- રાલ્ફ વાલ્ડો એમર્સન
૧૯૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org