________________
ભગવાનનાં ગુણો જેમ જેમ સાંભળીએ તેમ તેમ રાગદ્વેષનાં ઝેર બહાર નીકળે અને અમૃતનો સંચાર થાય.
ભગવાનની આજ્ઞાને નજર સામે રાખીને વિચારણા કરશો, તો ભૂલા નહિ પડાય.
જીવને સમજાવો કે ભલા રે જીવ... જીંદગીભર ઉકળાટનો સ્વભાવ રાખીશ તો પછી ઉપશમનો અભ્યાસ ક્યારે કરીશ?
જેટલું સહન કરીએ તેટલું કમાયા, સામનો કર્યો તો ગુમાવ્યું.
( તીવ્ર રાગદ્વેષનો સંકલેશ થાય એને બ્રહ્મા-ભગવાન પણ સમજાવી
ન શકે.
માનવ તરીકે જીવન જીવવું હોય તો મોહની નિદ્રામાં સુવાનું બંધ કરો. )
આત્માનાં બંધનોનાં સંસ્કારો ઘટાડવામાં મનુષ્ય જીવનની સફળતા છે, વધારવામાં નહિ.
(જે ભાગ્યશાળી તપ કરે છે તેને બીજાનાં ટોણાં-ઠપકો-તિરસ્કારઅપમાન સાંભળવા પડતા નથી.
જેમ જેમ વૈરાગ્ય વધે તેમ તેમ ભગવાનની નિકટતા વધે.
મોટાની સામે હાર થાય એ હાર નથી જીત છે. અને જીત થાય એ ] હાર છે.
(૧૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org