________________
સત્ય અને અસત્ય એવી સગી બહેનો છે જે ઘરની બહાર નીકળે છે ત્યારે પોતાના વસ્ત્રો પરસ્પર અદલાબદલી કરી લે છે.
- ખલિલ જિબ્રાન
જીવનમાં નિયમિતતાનું મૂલ્ય વિધાતાથી સહેજ પણ ઓછું આંકવા જેવું નથી.
- અનુશ્રુતિ
માણસનિરાંતની પળોમાં નવરાશની પળોમાં શું કરે છે એના પરથી એનું વ્યક્તિત્વ પ્રગટ થાય છે.
- એમર્સના
અભિમાન જ્યારે નમ્રતાનો ડોળ ધારણ કરે છે ત્યારે વધુ ધૃણાસ્પદ બને છે.
- કબરલેન્ડ
ચિંતા મધમાખી જેવી છે, તેને જેટલી હટાવો તેટલી જ તે વધારે ચોટે છે.
- સુદર્શન
આશા એવો તારો છે જે રાત્રે અને દિવસે એમ બંને વખતે દેખાય છે.
- એમ. જી. મિલ્સ
રત્નની પરખ કરવામાં ભૂલ થાય તો ઝવેરી અને રત્ન બંનેના મૂલ્ય ઘટે છે અને આ સ્થિતિ જોઈ પત્થર હરખાય છે.
- નીતિશતક
શરીરને નીરોગ રાખવા જેટલા સજાગ રહીએ છીએ તેનાથી અડધા યજો મનને નીરોગી રાખવા સજાગ રહીએ તો આનંદ અનુભવાય.
- રામકૃષ્ણ પરમહંસ
(૧૨૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org