________________
ઠોકર ખાધા વિના માનવીની આંખ ઊઘડતી નથી.
- પ્રેમચંદજી
ઈન્દ્રિયોનો સંયમ સ્વર્ગ તરફ દોરી જાય છે. જ્યારે ઈન્દ્રિયોનો અસંયમ નરક તરફ.
- શ્રીમદ્ ભાગવત
બધાં જ જાણે છે કે મૃત્યુ અટલ છે પણ માને છે જ કોણ?
- ચહદી કહેવત
ખાનગીમાં બીજાની નિંદા કરવી એ પાપ છે. તમારે તેનાથી દૂર રહેવું. ઘણી ઘણી વાતો મનમાં ઊઠે પણ જો તમે તે વાણીમાં મૂકો તો ધીરે ધીરે તેમાંથી રજનું ગજ થાય છે. જો તમે ક્ષમાદેષ્ટિ રાખી ભૂલી જાઓ તો બધી વાતનો અંત આવી જાય છે. ”
- સ્વામી વિવેકાનંદ
ધન હોવા છતાં જરૂરવાળાને દાન ન આપનાર અને પ્રજાનું રક્ષણ | ન કરનાર કરચોર રાજાઓ નરક તરફ લઈ જાય છે.
- શ્રીમદ્ ભાગવતા
જ્યાં સુધી શરીર સ્વસ્થ છે, વૃદ્ધાવસ્થા નથી આવી, ઈન્દ્રિયોની શક્તિ ક્ષીણ નથી થઈ અને આયુષ્ય પણ પુરું નથી થયું ત્યાં સુધી સમજુ માનવીએ પોતાનું હિત સાધી લેવું જોઈએ. ઘરમાં આગ લાગ્યા પછી કૂવો ખોદવાથી શું લાભ છે?
- ભર્તુહરિ
૧૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org