________________
કોઈપણ કામ કરતાં તમારે નીચું જોવું પડે તેવું એકપણ કામ કરશો નહીં.
- જેમ્સ એલના
મૈત્રી બાંધવામાં ઉતાવળ કરશો નહિ પણ મૈત્રી બાંધો તો છેવટ સુધી નિભાવજો.
- સોક્રેટીસ
તૃષ્ણા ઉખાડી નાખનાર આદમી પુનઃ જન્મતો નથી.
- ભગવાન બુદ્ધ
એ વ્યક્તિ પરમ સુખી છે જેનામાં સબુદ્ધિ છે અને જેની પાસે વિવેકનો વાસ છે.
- બાઈબલ
જેણે તૃષ્ણાને જીતી લીધી છે તેણે સમસ્તદુનિયા પર વિજય મેળવ્યો એમ કહી શકાય.
- મહાભારત
જ્ઞાની માણસોનું કામ પોતાના દોષ શોધી કાઢવાનું છે.
- વિવેકાનંદ
( અહિંસા, ધર્મ, તપ, સંયમ એ સર્વશ્રેષ્ઠ મંગલકારી છે. જેનું મન | ધર્મરત છે તેને દેવ પણ નમન કરે છે.
- ભગવાન
(૧૦૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org