________________
માનવી જે કાંઈ ખોરાક ખાય છે એનાથી બળવાન બનતો નથી પણ જેટલું પચાવી શકે છે તેનાથી બળવાન બને છે. માનવી જે કમાણી કરે છે તેથી નહિ પણ એટલું બચાવે છે તેનાથી શ્રીમંત બને છે. માનવી જે વાંચે છે તેથી નહિ પણ યાદ રાખે છે તેથી પંડિત બને છે અને જે ઉપદેશ આપે છે તેથી નહિ પણ જે કાંઈ આચરણ કરે છે તેથી ધર્મવાન બને છે.
- લોર્ડ બેડન
પ્રેમ સ્વર્ગનો માર્ગ છે, માનવતાનું બીજું નામ પ્રેમ છે, પ્રાણીમાત્ર સાથે પ્રેમ કરવામાં જ સાચી માનવતા છે.
- બુદ્ધ
(જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્ત્વપૂર્ણ પાંખો છે જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે,
- જનદર્શન
તમારા માર્ગમાં જે મુશ્કેલીઓ આવે તેને દૂર કરવી એ યોગનું પ્રધાન અંગ છે.
1
- અરવિંદ ઘોષ
જે માનવીમાં શ્રદ્ધા નથી તેને જ્ઞાન હોતું નથી. જ્ઞાન વગરનાને આચરણ હોતું નથી. આચરણહીનને મોક્ષની પ્રાપ્તિ થતી નથી અને મોક્ષ મેળવ્યા વિના નિર્વાણપૂર્ણ શાંતિ પ્રાપ્ત થતી નથી.
- ઉત્તરાધ્યયન સૂત્ર
૯૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org