________________
અનાયાસે પ્રાપ્ત થયેલી લક્ષ્મી, પરિશ્રમ તથા પુરૂષાર્થ વગરનું જીવન અને સાચી ભૂખવિનાનું ક્ષણિક સંતોષ ખાતરનું ખાઉધરાપણું આ ત્રણેય ભલે થોડો સમય આનંદ આપે પણ સરવાળે તો હાનિકર્તા છે.
- કન્ફયુશિયસા
ઉપવાસ સહેલો છે પણ સંયમપૂર્વકનો આહાર રાખવો મુશ્કેલ છે. મૌન સહેલું છે પણ સંયમ જાળવીને બોલવું અઘરું છે.
- વિનોબા ભાવે
તમે હસશો તો સંસાર હસી પડશે, પણ તમે રડશો તો તમારે એકલાએ જ રડવું પડશે કેમ કે આ મૃત્યુલોક કેવળ હાસ્યની જ ઈચ્છા રાખે છે. રૂદન તો એની પાસે ખુદ પોતા પૂરતું જ છે.
- એલન વ્હીલર વિલકોકરા
જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી કોઈએ નિરાશ થવું નહિં.
- ઈરાસમસ
મોટા શાસ્ત્રજ્ઞ, બહુમુલ શંકાઓનું નિરાકરણ કરનાર પંડિત પણ લોભતરા થઈને દુઃખી બને છે.
- નીતિ
માનવી પોતે જ પોતાના આનંદનો નિર્માતા છે.
- થોરો
આશા અમર છે. તેની આરાધના કદી નિષ્ફળ જતી નથી.
- ગાંધીજી
(
૫
)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org