________________
(સ્વમાન ગુમાવીને જીવવું એ મૃત્યુ કરતાં પણ ખરાબ છે.
- ભર્તુહરિ
જીભને સ્વાધીન રાખનારા જીવનને પણ સ્વાધીન રાખે છે.
- ધૂમકેતુ
ધર્મનું લક્ષ્ય છે અંતિમ સત્યનો અનુભવ.
- રાધાકૃષ્ણના
દુન્યવી વસ્તુઓમાં સુખની શોધ વ્યર્થ છે. આનંદનો ખજાનો તો તમારી અંદર જ છે.
- સ્વામી રામતીર્થ
આપત્તિ “માનવી બનાવે છે અને સંપત્તિ “રાક્ષસ'.
- વિકટર હ્યુગો
ઉપકાર વગર કોઈને કોઈ પ્રત્યે પ્રેમ જન્મતો નથી.
- વિષ્ણુ શર્મા
બે સ્ત્રીઓ વચ્ચે સમાધાન કરાવતાં જેટલો સમય જાય એના કરતાં ઓછા સમયમાં સમસ્ત યુરોપની સંધિ કરાવી શકું.
- ચૌદમો લઈ
ભય વિના પ્રીતિ નથી.
- સંત તુલસીદાસ
ગ્રીષ્મમાં જેમ વધુને વધુ તડકો પડે છે તેમ ગુલમહોર વધુને વધુ ખીલે છે. સાધુચરિત એને કહે છે કે જે વધુને વધુ સંકટ પડવા છતાં વધુને વધુ પ્રસન્ન રહે છે.
- સ્વામી રામતીર્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org