________________
( મોટી મોટી ભૂલોનાં મૂળમાં અહંકાર રહેલો છે.
- રસ્કિન
જે માણસ પોતાની જાતને મદદ કરે છે તેને ઈશ્વર મદદ કરે છે.
- અજ્ઞાતા
આંધળો ઉત્સાહ નુકશાનમાં પરિણમે છે.
- મેગનસ ગટ ફોડ
માત્ર આંખ અને કાનને સંતોષે તે જ કલા નથી પણ જે આત્માને ઉન્નત કરે તે કલા છે.
- મહાત્મા ગાંધી
( ક્રોધ ઉપર પ્રેમથી, પાપ ઉપર પુણ્યથી, લોભ ઉપર દાનથી, અને જૂઠ ઉપર સત્યથી જીત મેળવો.
- ગૌતમ બુદ્ધ
ક્રિોધ એ ક્ષણિક ગાંડપણ છે એને કાબૂમાં રાખો. નહિ તો એ તમને કાબૂમાં રાખશે.
- હોરેશ
તમામ વારસામાં અધમમાં અધમ વારસો આ છે - અઢળક લક્ષ્મી હોવી તે.
- ધૂમકેતુ
સુંદરતા તેને જોનારની આંખોમાં જેવી ઝળકે છે તેના કરતાં પણ વધુ એની ઝંખના કરનારાઓના અંતરમાં ઝળહળે છે.
- ખલિલ જિબ્રાન
(૮૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org