________________
[ ર૯૫ ]
૧૦૭ [વર્ષ ર૪ મું ] - ચિત્તની જે સ્થિરતા થઈ હોય તે તેવા સમય પરત્વે પુરુષોના ગુણોનું ચિંતન, તેમનાં વચનનું મનન, તેમના ચારિત્રનું કથન, કીર્તન, અને પ્રત્યેક ચેષ્ટાનો ફરી ફરી નિદિધ્યાસન એમ થઈ શકતું હોય તો મનને નિગ્રહ થઈ શકે ખરે; અને મન જીતવાની ખરેખરી કસેટી એ છે. એમ થવાથી ધ્યાન શું છે એ સમજાશે. પણ ઉદાસીનભાવે ચિત્તસ્થિરતા સમય પર તેની ખૂબી માલુમ પડે.
[૧ર ] ૧૦૮ [ વર્ષ ર૪ મું] કરના ફકીરી કયા દિલગીરી, સદા મગન મનરહેનાજી.
એ વૃત્તિ મુમુક્ષઓને અધિકાધિક વર્ધમાન કરવા જેવી છે. પરમાર્થ ચિંતા હોય એ વિષય જુદે છે; વ્યવહારચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે.
તમે જેઓ સમજ્યા છે, તેઓ માર્ગને સાધ્ય કરવા નિરંતર સત્પષનાં ચરિત્રનું મનન રાખજે. સન્શાસ્ત્રને અને સત્કથાને તેમ જ સદ્દવૃતને સેવજે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org