________________
૯૯
[. વર્ષ ૨૪ મું ]
પૂર્ણ પદને જ્ઞાની પરમ પ્રેમથી ઉપાસે છે.
[ ૨૩૮ ]
ચિત્તનું સરળપણું, વૈરાગ્ય અને ‘ સત્ ’ પ્રાપ્ત હાવાની જિજ્ઞાસા એ પ્રાપ્ત થયાં પરમ દુર્લભ છે; અને તેની પ્રાપ્તિને વિષે પરમ કારણરૂપ એવા ‘ સત્સંગ’ તે પ્રાપ્ત થવા એ તેા પરમ પરમ દુર્લભ છે. મેટેરા પુરુષાએ આ કાળને કઠણ કાળ કહ્યો છે, તેનું મુખ્ય કારણ તા એ છે કે ‘સત્સ’ગ’ ના જોગ થવા જીવને બહુ કઠણ છે; અને એમ હેાવાથી કાળને પણ કઠણ કહ્યો છે. માયામય અગ્નિથી ચાદે રાજલેાક પ્રજ્વલિત છે. તે માયામાં જીવની બુદ્ધિ રાચી રહી છે, અને તેથી જીવ પણ તે ત્રિવિધ તાપ-અગ્નિથી ખયા કરે છે; તેને પરમ કારુણ્યમુર્તિના બોધ એ જ પરમ શીતળ જળ છે; તથાપિ જીવને ચારે બાજુથી અપૂર્ણ પુણ્યને લીધે તેની પ્રાપ્તિ હેાવી દુર્લભ થઈ પડી છે. પણ એ જ વસ્તુની ચિ’તના રાખવી. ‘સત્’ને વિષે પ્રીતિ, ‘સત્’ રૂપ સંતને વિષે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા, એ જ નિરંતર સંભારવા યાગ્ય છે. તે સ્મરણુ રહે
૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org