________________
(૫૩) [ ૧૮૦ ]
[વર્ષ ર૪ મું } ... વ્યવહારચિંતા માટે સર્વ પ્રકારે નિર્ભય રહેવું. રિમ રેમ ભક્તિ તો એ જ છે કે, એવી દશા આવ્યું
અધિક પ્રસન્ન રહેવું. માત્ર બીજા જીવોને કચવાયાનું કારણ આત્મા થાય ત્યાં ચિંતા સહજ કરવી. દઢજ્ઞાનની પ્રાપ્તિનું એ જ લક્ષણ છે.
રોમ રોમ ખુમારી ચઢશે, અમરવરમયજ આત્મદષ્ટિ થઈ જશે, એક “તું હિ તુહિ” મનન કરવાને પણ અવકાશ નહીં રહે, ત્યારે આપને અમરવરના આનંદને અનુભવ થશે....
[૧૯૬ ]
૯૬ [ વર્ષ ર૪ મું ] જીવને બે મોટાં બંધન છે; એક સ્વચ્છેદ અને બીજું પ્રતિબંધ. સ્વછંદ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ; અને પ્રતિબંધ ટાળવાની ઈચ્છા જેની છે, તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તો બંધનને નાશ થતું નથી. સ્વછંદ જેનો છેદાયો છે તેને જે પ્રતિબંધ છે, તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે, આટલી શિક્ષા સ્મરણ કરવારૂપ છે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org