________________
( ૨૪૭ )
પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિતવ્યે જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયા છે, એવા દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાની પુરુષનાં સર્વ ચરિત્રમાં અકયભાવના લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માના અકયભાવ હોય છે; અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તેા પરમાત્મા જ છે; અને તેના આળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઇ નથી; માટે સ પ્રકારે ભક્તિ કરવા યાગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ –જ્ઞાનીરૂપ પરમાત્માની—તે નમકારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એવા શાસ્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારીરૂપે થયા છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. આ વિષે શ્રીમદ્ભાગવતમાં ભગવદ્ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશસ્યા છે; અધિક શુ કહેવુ...? જ્ઞાની તીથંકરદેવમાં લક્ષ થવા જેનમાં પણ પંચપરમેષ્ટિ મત્રમાં “તમે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org