________________
( ૧૯૫) સુલભ થાય છે, એ અમારો આત્મસાક્ષાત્કાર છે.
૯. તે સત્સંગ પ્રાપ્ત થયે જે આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તે અવય આ જીવને જ વાંક છે; કેમકે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાધ કરનાર એવાં માઠાં કારણોને ત્યાગ ન કર્યો!
૧૦. મિથ્યાગ્રહ. સ્વચ્છેદપણું, પ્રમાદ અને ઇંદ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં, અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. એ એક એવી અપૂર્વભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તે અલ્પકાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે, અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય.
૧૧. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કેઈ મહત્ પુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ, સંપુરૂષ છે એ સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકેચવી; પિતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્ય કાર્યો અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જેવા, જોઈને તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org