________________
(૧૮૬) સમય સમય જીવનની ક્ષણિક વ્યતીતતા છે, ત્યાં પ્રમાદ કરીએ છીએ એ જ મહામહનીયનું બળ
[ ૪૯૬ ]
વર્ષ ૨૭ મું ) જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય, તેણે તે અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. નહીં તો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે
દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂક્તાં પ્રાણ જાય એવી દશા આવે ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને પુરુષનાં વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, માહામ્ય અને રહસ્ય સમજાય છે; અને સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાને માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. - દેશ, કાળ, સંગ આદિને વિપરીત ગ ઘણું કરીને તમને વર્તે છે. માટે વારંવાર, પળે પળે તથા કાર્યું કાર્યો સાવચેતીથી નીતિ આદિ ધર્મોમાં વર્તવું ઘટે છે. તમારી પેઠે જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org