________________
( ૧૨૧ )
પ્રગટ થવાયોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેને કોઈને વિષે લય પણ હેય નહીં. ત્રીજું પદ –
“આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ લેવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપને કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવાયોગ્ય, વિશેષ સંબંધસહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મને કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિને કર્તા છે. શું પદ –
“આત્મા ભક્તા છે. જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એ પ્રત્યક્ષ અનુભવે છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હીમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org