________________
( ૧૧૮ ) વિષે જ્ઞાયકપણું સંભવી શકે નહીં એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયતા તે લક્ષણ જેમાં છે તે પદાર્થ તીર્થકરે જીવ કહ્યો છે.
શબ્દાદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જેમાં માત્ર છેવટે તે સર્વને વિષે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે, તે સુખભાસ નામનું લક્ષણ, માટે તીર્થકરે જીવનું કહ્યું છે, અને વ્યવહારદષ્ટાંતે નિદ્રાથી પ્રગટ જણાય છે. જે નિદ્રાને વિષે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે, તે બાકી વળે એવો જે જીવ પદાર્થ તેનું છે; બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી, અને સુખનું ભાસવાપણું તો અત્યંત
સ્પષ્ટ છે; તે જેનાથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી.
આ મેળું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે, હું આ સ્થિતિમાં છું, ટાઢે કરું છું તાપ પડે છે, દુઃખી છું, દુઃખ અનુભવું છું, એવું જે સ્પષ્ટજ્ઞાન, વેદનજ્ઞાન, અનુભવજ્ઞાન, અનુભવપણું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org