________________
૨૭૪
શ્રી નેમિનાથના લેક
થાય, નેમ વિવેકી તારણે જાય. ૬૧ ધુંસળી મુસળ ને રવાઈઓ લાવ્યા, પંખવા કારણ સાસુજી આવ્યા; દેવ વિમાને જુએ છે ચડી, નેમ નહિ પરણે જાશે આ ઘડી. ૬ર એવામાં કીધે પશુએ પોકાર, સાંભળો અરજી નેમ દયાળ; તમે પરણશો ચતુર સુજાણ, પરભાતે જાશે પશુઓના પ્રાણ. ૬૩ માટે દયા મનમાં દાખ, આજ અમેને જીવતાં રાખો; એ પશુઓને સુણ પિકાર, છેડાવ્યાં પશુઓ નેમ દયાળ. ૬૪ પાછા તે ફરિયા પરણ્યા જ નહીં, કુંવારી કન્યા રાજુલા રહી, રાજુલ કહે ન સિદ્ધાં કાજ; દુશ્મન થયાં છે પશુઓ આજ. ૬૫ સાંભળે સર્વે રાજુલ કહે છે, હરણીને તિહાં એલ દે છે; ચંદ્રમાને તે લંછન લગાડ્યું, સીતાનું તે. હરણ કરાવ્યું. ૬૬ મહારી વેળા તે ક્યાંથી જાગી, નજર. આગળથી જાને તું ભાગી; કરે વિલાપ રાજુલ રાણી; કરમની ગતિ મેં તે ન જાણી. ૬૭ આઠ ભવની પ્રીતિને ઠેલી, નવમે ભવ કુંવારી મેલી, એવું નવ કરીએ નેમ નગીના, જાણું છું મન રંગના ભીના. ૬૮ તમારા ભાઈએ રણમાં રઝળાવી, તે નારી ઠેકાણે નાવી; તમે કુલ તણે રાખો છો ધારે, આ ફેરે આ તમારો વારે. ૬૯ વરઘેડે ચડી મોટો જશ લીધે, પાછા વળીને ફજેતે કીધે; આંખે અંજાવી પીઠી ચોળાવી, વરઘોડે ચઢતાં શરમ ન આવી. ૭૦ મહટે ઉપાડે જાન બનાવી, ભાભીઓ પાસે ગાણું ગવરાવી; એવા ઠાઠથી સર્વેને લાવ્યા, સ્ત્રી પુરૂષને ભલા ભમાવ્યા. ૭૧ ચાનક લાગે તે પાછા જ ફરજે, શુભ કારજ અમારૂં રે કરજે પાછા ન વળિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org