________________
-૨૭૦
શ્રી નેમિનાથના શ્લેકે
દેવરીયા નાવાને કાજે, જળક્રીડા કરતાં બોલ્યાં રૂકમણું, દેવરીયા પરણો છબીલી રાણી. ૨૦ વાંઢા નવિ રહીચે દેવર નગીના, લા દેરાણુ રંગના ભીના નારી વિના તે દુઃખ છે ઘાટું, કોણ રાખશે બાર ઉઘાડું. ૨૧ પરણ્યા વિના તે કેમ જ ચાલે, કરી લટકે ઘરમાં કેણ માલે, ચૂલે કુંકશે પાણીને ગળશે, વેલાં મેડાં તે ભજન કરશે. ૨૨ બારણે જાશે અટકાવી તાળુ, આવી અસુરા કરશે વાળું; દીવાબત્તીને કણ જ કરશે, લીપ્યા વિના તે ઉચેરા વળશે. ૨૩ વાસણ ઉપર તો નહીં આવે તેજ, કેણ પાથરશે તમારી સેજ; પ્રભાતે લુઓ ખાખરો ખાશે, દેવતા લેવા સાંજરે જાશો. ૨૪ મનની વાતો કણને કહેવાશે, તે દિન નારીને ઓરતે થાશે; પણ આવીને પાછા જાશે, દેશ વિદેશ વાત બહુ થાશે. ૨૫ મહેતાના છોરૂ નાનેથી વરીયા, મારૂં કહ્યું તે માનો દેવરિયા, ત્યારે સત્યભામા ત્યાં ત્યાં વાણ, સાંભળે દેવરીયા ચતુર સુજાણ. ર૬ ભાભીને ભરોસો નાશીને જાશે, પરણ્યા વિના કેણુ પિતાની થાશે, પહેરી ઓઢીને આંગણે ફરશે, ઝાઝાં વાનાં તો તમને કરશે. ર૭ ઉંચાં મન ભાભી કેરાં કેમ સહેશે, સુખ દુઃખની વાત કેણ આગળ કહેશે; માટે પરણને પાતળીયા રાણી, હું તે નહિ ! નહાવાને પાણી. ૨૮ વાંઢા દેવરને વિશ્વાસે રહીએ, સગાં વહાલામાં હલકાં જ થઈએ; પરણ્યા વિના તે સુખ કેમ થાશે, સગાને ઘેર ગાવા કોણ જાશે. ૨૯ ગણેશ વધાવા કેને મોકલશે, તમે જાશો તે શી રીતે ખલશે, દેરાણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org