________________
૬૬
(રોહિણી) પાસે મદદ માટે આવ્યાં. રોહિણી લોકો માટે વ્હાલસોયી માતા અને કુશળ સંચાલિકા હતી, તેથી લોકોએ રોહિણીને કોઈ પણ રીતે પોતાનો ગરાસ પાછો મેળવવા દબાણપૂર્વક પ્રસ્તાવ મૂક્યો.
ભગવાન મહાવીરના સમયમાં સ્ત્રી વર્ગની દયનીય સ્થિતિ હતી. ચંદનબાળા રાજકુમારી હોવા છતાં દાસી બની. સ્ત્રી માત્ર ઉપભોગનું સાધન સમજવામાં આવતી હતી. એક રાજાને અનેક રાણીઓ હતી. પટરાણી સિવાય અન્ય રાણીઓની દશા અત્યંત નાજુક હતી. તેવા સમયમાં કવિએ અહીં રોહિણીને એક સલાહકાર-મંત્રી તરીકે ચિત્રિત કરી છે. પછાત જાતિમાં પણ સ્ત્રીનું આટલું બહુમાન અને મહત્ત્વ ખરેખરનોંધપાત્ર છે.
લોકોની વિટંબણા જોઈ રોહિણી હતપ્રભ બની. તેનો ચહેરો ફીક્કો પડી ગયો. તે શૂન્યા આંખે લોકો તરફ જોવા લાગી. તેને પોતાના બહાદુર પતિની ખોટ સાલવા લાગી. તે પોતાના દુર્ભાગ્યને કોશવા લાગી. તેનો ઉચાટ વધી ગયો. તેણે નિઃસાસો નાખતાં મનોમન કહ્યું, “મારા ભાગ્યમાં જ દુઃખ અને દુર્ભાગ્યનો દાવાનળ સળગ્યો છે. પોતાનો અપ્રતિમ પરાક્રમી પુત્ર હોવા છતાં જીવન નિર્વાહ માટે હેરાન થવું પડે એ વરવી વાસ્તવિકતાથી માતા રોહિણી હચમચી ઊઠી. “એકલા હાથે વિરાટ જવાબદારી ઉઠાવવી શી રીતે ? જવાબદારી ઊંચકી શકે એવો ખભો પણ નથી.”
કડી ૫૧-પરમાં કવિએ માતાનો આક્રોશ પ્રગટ કર્યો છે. રોહિણી મોહમાં ઘેરાયેલી હોવાથી પોતાના સદાચારી પુત્રને પોરસ ચઢાવી ગરાસ પાછો મેળવવા સિવાય તેની પાસે અન્ય કોઈ ઉપાય ના હતો. અનુભવી અને સૂઝવાળી માતાએ પુત્રમાં શૌર્ય પ્રગટાવવા માર્મિક ઉપાલંભ આપતાં પુત્રને તીવ્ર રોષથી ધિક્કારતાં કહ્યું, “તું શૂરવીર પુત્ર નથી પરંતુ નપુંસક (ડરપોક, બીકણ) છે. તારી જગ્યાએ મેં જો પ્રિયલક્ષણી પુત્રીને જન્મ આપ્યો હોત તો તેનો વર જરૂર મારું કાર્ય પૂર્ણ કરત. હે નિર્લજ્જ! તને ધિક્કાર છે. તે પિતાની ઉજ્જવળ કીર્તિને લજ્જિત કરે છે. તે સિંહણના ઉદરે શિયાળ અવતર્યો છે. આટલું સાંભળ્યા છતાં તું શાંતિથી બેઠો છે? તું કેવો નામર્દ છે? તારું લોહી તપતું કેમ નથી ? કંઈક ચોરીને લાવ જેથી હું તારા પિતાનું શ્રાદ્ધ કરું.”
ભગવાન 2ષભદેવે લોકોની વિટંબના નિવારવા હાકાર, માકાર અને ધિક્કાર' નીતિ દર્શાવી હતી. રોહિણીએ પણ પુત્રને પ્રેરિત કરવા ધિક્કારનીતિ અપનાવી.
શ્રાદ્ધ એટલે પિતૃતર્પણ. વેદાનુયાયીઓએ કહ્યું છે, “જો પુત્ર દ્વારા અપાયેલા પિંડદાનથી જ સ્વર્ગ મળી જતું હોય તો દાન વગેરે ધર્મનું આચરણ કરવું વ્યર્થ છે.” જૈન દર્શન અનુસાર કોઈપણ પુત્ર માતા-પિતાને નરકાદિ દુર્ગતિમાં જતાં બચાવી ન શકે.
અહીં કવિ વૈદિક ધર્મના સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે. તે સમયમાં આ પ્રથા ખૂબ જ પ્રચલિત હશે. વર્તમાન કાળે પણ વૈદિક ધર્મમાં આ પ્રથાને અનુસરનારો મોટો વર્ગ છે.
રોહિણેયકુમાર માતાના વામ્બાણોથી ઘવાયો. તેના પૌરુષત્વ પર ભારે વજપાત થયો. તેનું સ્વમાન હણાયું. જેમાં ક્ષત્રિય કદી કોઈનું અપમાન સહન કરી શકતો નથી તેમ રોહિણેયકુમારથી માતાના કાળઝાળ વેણ ન ખમાયાં. તેની નજર સામે બે કાર્યો તરવરી રહ્યાં હતાં. (૧) આર્થિક તંગી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org